GPSCની પરીક્ષાને કોરોનાની અસરઃ તારીખમાં કરાયો ફેરફાર
- એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી
- કોરોનાનું સંક્રમણ વધતા પરીક્ષામાં કરાયો ફેરફાર
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબુ બનતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. હવે કોરોનાની અસર સરકારી ભરતી ઉપર પણ પડી રહી છે. આગામી એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી જીપીએસસીની પરીક્ષામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં આગામી એપ્રિલ માસમાં GPSC વર્ગ 2-અને વર્ગ ૩ની પરિક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાન માં રાખીને ફેરફાર કરવામાં આવ્યો છે. પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2ની પરીક્ષા 4 એપ્રિલની જગ્યાએ 18મી એપ્રિલ, નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3ની 18મી એપ્રિલની જગ્યાએ 9મી મે, આસિસ્ટન્ટ સહાયક વર્ગ-3 (જીએમડીસી)ની 9મી એપ્રિલની જગ્યાએ 16મી મે, મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-2 (જીએમસી)ની 9મી મેની જગ્યાએ 6 જૂન, ઉદ્યોગ અધિકારીની 9મી મેની જગ્યાએ 13મી મે, ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) વર્ગ-1 અને 2ની તા. 16મી મેના બદલે 13મી મે, ગુજરાત મત્સ્યોદ્યોગ સેવાના વહીવટી અધિકારી વર્ગ-2ની તા. 16મી મેના બદલે 30મી મે, ઉદ્યોગ અને ખાણ વિભાગમાં વહીવટી અધિકારી વર્ગ-2ની 23મી મેના બદલે 29મી મે અને કચેરી અધિક્ષક વર્ગ-2ની તા. 23મી મેના બદલે 30મી મેના રોજ પરીક્ષા યોજાશે.