- રેલ્વે વિભઆગનો મહત્વનો નિર્ણય
- અમદાવાદ સહીતના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો ચાર્જ વધારાયો
અમદાવાદઃ- જ્યા દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક પ્રકારના પ્રતિબંધો પણ લાગૂ કરાયા છે, આ સાથે જ કોરોનાની અસર કેટલાક વાહન વિભાગો પર પણ પડેલી જોઈ શકાય છે, ત્હવે હાલમા રેલ્વેની પ્લેટફઓર્મ ટિકીટ પર કોરોનાની અસર જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને લોકો વધુ ભેગા થાય તો સંક્રમણ વધે, અને જેથી રેલ્વે સ્ટેશન પર પોતાના સગાઓને મૂકવા આવતા લોકો માટે પ્લેટફઓર્મની ટિકીટના ભાવ વધારી દેવાયા છે.
રેલ્વે સ્ટેશન પર વગરકામની ભીડ ભેગી થાય છે અને એકથી વધુ લોકો રેલ્વે સ્ટેશનની અંદર પ્રવેશ કરે છે જેને લઈને હવે પ્લેટફોર્મ ટિકિટના 10 રુપિયાથી લઈને 30 રુપિયાનો દર કરાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે.અમદાવાદ ડિવિઝનના તમામ પ્લેટફોર્મ પર પ્લેટફોર્મના ટિકિટનો ચાર્જ 30 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.જેથી કરીને કામ વગરના લોકો રેલ્વે સ્ટેશનમાં પ્રવેશતા પહેલા 30 રુપિયાની ટિકીટ લેવાનો વિચાર કરે અને લોકોની સંખ્યા ઘટાડી શકાય.
રેલ્વે સ્ટેશન પર એકઠા થતા ટોળાને કાબૂમામ લેવા 18 જાન્યુઆરી 2022 થી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર હાલ પુરતો 10 રુપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યો છે, રેલ્વે વિભાગનો આ નિર્ણય માત્ર રેલ્વે સ્ટેશન પર ભેગા થતા કામ વગરના લોકોને એકઠા થતા અટકાવાનો છે જેથી સંક્રમણનો ભય ઓછો રહે.