- કોરોનાનો વધતો કહેર ચિંતાનો વિષય
- કેન્દ્ર કોરોના ગાઈડલાઈનની અવધિ વધારી
- 31 ઓગસ્ટ સુધી ગાઈડલાઈન અમલી રહેશે
દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ફરીથી જોવા મળી રહ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધતા જોઈ શકાય છે,જેમાં કુલ કેસના 50 ટકા કેસ એકલા કેરળમાં જ નોંધાઈ રહ્યા છે,જેને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે.ત્યારે સરકારે કોરોનાની ગાઈડલાઈનની સમય મર્યાદા પમ વધારી દીધી છે.
કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં લઈને તેની અનેક અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના ગાઈડલાઈન્સને આવતી 31 ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. આ બાબતે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને જાણ પણ કરી દીધી છે.
આ સમગ્ર બાબતને લઈને તેમણે જણાવ્યું છે કે વધુ પોઝિટિવ રેટ ધરાવતા તમામે તમામ વિસ્તારો, કે જીલ્લાઓમાં કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે, બને તેટલા કજડક પગલા ભરીને કોરોનાના નિયમો અલમ કરાવવા જોઈએ,
ઉલ્લેખનીય છએ કે દેશભરમાં આવનારા દિવસોમાં અનેક તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ તહેવારોને ધ્યાનમાં લેતા લોકોની ભીડ માર્કેટમાં કે રસ્તાઓ પર ભેગી ન થાય અને ટોળા ભેગા નથાય તે માટે જીલ્લાઓના અધિકારીઓને આવા સ્થળો પર કોવિડ ઉપયુક્ત વ્યવહાર પણ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં માસ્ક પહેરવું, બે વ્યક્તિ વચ્ચે શારીરિત અંતર જાળવવું,હેન્ડવોશ કરવા તથા વધુ લોકો ભેગા હોય ત્યાથી દૂર રહેવાની બાબતોનો સમાવેશ થાય છે.
આ બાબતને લઈને કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને ચેતવણી આપી છે કે કોરોનાના કેસોની સંખ્યા ઘટી રહી છે તે છતાં પણ નિયમોનું પાલન કરવામાં ઢીલ ન કરવી જોઈએ કારણ કે હાલ પણ એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે.જેથી નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું જોઈએ.