- મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર
- 24 કલાકમાં 2 હજાર 229 કેસ નોંધાયા
મુંબઈઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં નોંધપાત્ર વધારો થતો જોઈ શકાય છે, તો બીજી તરફદેશનું આર્થિક હબ ગણાતા મુંબઈમાં કોરોનાના કેસ વધ્યા છે ,પુરા મહારાષ્ટ્ર રાજ્યમાં માત્ર 24 કલાકની અંદર જ 2.229 જેટલા નવા કેસો આવતા વહિવટતંત્ર ચિંતિચ બન્યું છે.
આરોગ્વિય વિભાગે આપેલી જાણકારી પ્રમાણે વિતેલા દિવસને ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 2,229 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચાર દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા. વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિન પ્આરમાણે નવા કેસોના આગમનને કારણે, રાજ્યમાં ચેપના કુલ કેસ અત્યાર સુધીમાં વધીને 80 લાખ 12 હાજ 452 થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 1 લાખ 48 હજારને પાક પહોંચી ગયો છે.
જો બુધવારની વાત કરીએ તો બુધવારે રાજ્યમાં ચેપના 2 હજાર 575 નવા કેસ નોંધાયા અને 10 લોકોના મોત થયા. મુંબઈમાં ચેપના 339 નવા કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે આ સાથએ જ રાજ્યમાં ચેપને કારણે મૃત્યુ દર 1.84 ટકા જોવા મળે છે, જ્યારે સાજા થવાનો દર 97.95 ટકા છે.