Site icon Revoi.in

કોરોનાનો કહેર વધતા કેન્દ્રની આરોગ્યની ટિમ રાજ્યની લેશે મુલાકાત 

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, અનેર રાજ્યોમાં મૃત્યુઆંક પણ વધી રહ્યો છે,કેન્દ્ર દ્રારા અનેક કડક પગલા ભરવામાં આવી રહ્યા છે, તો કેટલીક જગ્યાઓએ મિની લોકડાઉન સહીત રાત્રી કર્ફ્યૂ પણ લગાવાયું છે.અનેક પાબંધિઓ પણ લાદવામાં આવી છે.

ગુજરાત રાજ્યની આ સ્થિતિ તંત્રને ચિંતિત કરી રહી છે, અક બાજૂ રેમડિસીવર ઈન્જેક્શનની અછતથી લોકો ચિંતામાં છે તો બીજી તરફ કેસમાં દિવસેને દિવસે વધારો જ નોંધાય રહ્યો છે,ત્યારે ગુજરાતમાં કોરોનાનાં કેસ 3 હજારને 500નો આંકડો વટાવી ચૂક્યા છે.

ત્યારે રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા કેન્દ્રની સરકારે ચિંતા વ્યક્ત કરી છે,રાજ્યની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર સતર્ક  બની છે. અને હવે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવનાર છે.

સાહિન-