મુંબઈઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. જેથી માયાનગરી તરીકે ઓળખાતા મુંબઈમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. જેની અસર મનોરંજન ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. જાણીતી ટીવી સિરિયલ ‘સાથ નિભાના સાથિયા-2’નું શુટીંગ અચાનક બંધ કરવામાં આવ્યું હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં છે. જેથી સિરિયલના કલાકારો ચિંતામાં મુકાયાં છે.
સિરિયલમાં કનક દેસાઈની ભૂમિકા ભજવતી આકાંક્ષા જુનેજાએ જણાવ્યું કે, શહેરમાં અચાનક જે કંઈ પણ થઈ રહ્યું છે. જેનાથી હેરાન થવાની સાથે દુઃખી પણ છું. અમે વધારાનું શુટીંગ કરતા હતા. જો કે, વિકેન્ડ પર લોકડાઉન આપવામાં આવ્યું છે. અમે યોજના બનાવી હતી કે, શુક્રવાર સુધી કામ કર્યા બાદ વધારાના એપીસોડ બનાવી લઈશું. અમે તમામ તૈયાર હતા. સાંજે કામ પૂર્ણ કરી ઘરે ગયા બાદ ફોન આવ્યો હતો. તેમજ ખબર મળી હતી કે, શહેરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેથી અમે ચર્ચા કરી કે હવે શું કરવું જોઈએ.
મુંબઈમાં મોટાભાગની ફિલ્મો અને ટીવી સિરિયલનું શુટીંગ થાય છે. પરંતુ કોરોના મહામારીને પગલે મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ નુકસાન થયું છે. એટલું જ નહીં ગયા વર્ષે લોકડાઉનના કારણે અનેક ટીવી સિરિયલ બંધ થઈ ગઈ હતી.