Site icon Revoi.in

કોરોનાનો કહેરઃ- કેરલ, ગોવા, મધ્યપ્રદેશ સહીત કેટલાક રાજ્યોમાં લોકડાઉન અને પ્રતિબંધો વધારવાની જાહેરાત

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, કોરોનાની બીજી લેહેરે અનેક લોકોના જીવ લીઘા છે, કેટલાક લોકો ગંભીર હાલાતમાંથી હાલ પણ પસાર થઈ રહ્યા છે ત્યારે અનેક રાજ્યોએ લોકડાઉન લગાવીને કોરોનાને પહોંચી વળવાના પ્રયત્નો હાથ ઘર્યા હતા. ત્યારે હવે કેરલ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોએ હાલની કોરોનાની સ્થિતિને જોતા એક અઠવાડિયા માટે લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.

બીજી તરફ દેશની રાજધાની દિલ્હી મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ કોરોનાના કારણે લગાવવામાં આવેલી કેટલીક પાબંધિઓમાં થોડી ઘણી રાહત આપવાનો વિચાર કરવામાં આવ્યો છે.કોરોનાના કેસ ઓછા થતા આ પાબંધિઓમાંથી લોકોને થોડી છૂટછાટ મળવાની શક્યતાઓ છે.

આ સમગ્ર બાબતને લઈને કેરળના મુખ્ય મંત્રી પિનરાય વિજ્યને 9 જૂન સુધીમાં રાજ્યમાં પ્રતિબંધ લંબાવાની જાહેરાત કરી હતી, જ્યારે પુડ્ડુચેરી સરકારે કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં લોકડાીઉનને 7 જૂન સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. તમિલનાડુએ પણ7 જૂન સુધી લોકડાઉન લંબાવી દીધું છે.

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે જો લોકો સહકાર આપે અને કોરોના કેસ ઓછા થાય તો લોકડાઉન લંબાવાનો કોઈ સવાલ રહેતો નથી. કર્ણાટક સરકારે પણ 7મી જૂન સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.

મહારાષ્ટ્ર સરકારે 14 એપ્રિલથી લાગૂ કરવામાં આવેલી પાબંધિઓને પહેલાથી જ 15 દિવસ માટે લંબાવી દીધી છે,જે 1લી જુન સુધી પાબંધિઓ લંબાવવામાં આવી છે,આ સાથએ જ ગોવાની સરકારે શનિવારના રોજ અમલમાં મૂકવામાં આવતું કર્ફ્યૂ પણ 7મી જૂન સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં સોમવારના રોજથી પાબંધિઓમાં થોડી છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ સાથે જ લોકડાઉન જેવી પાબંધિઓ 7મી જૂન સુધી અમલી બની રહેશે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટ એ હાલના લોકડાઉનને એક સપ્તાહ માટે વધાર્યું છે. લોકડાઉન દરમિયાન કામદારો અનેબાંધકામ સ્થળોએ જવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ તે માટે ઇ-પાસ લેવી પડશે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે 1 જૂનથી રાજ્યમાં કોરોના કરફ્યુ પ્રતિબંધોમાં તબક્કાવાર છૂટછાટ હોવા છતાં, વીકએન્ડ દરમિયાન લોકડાઉન રાજ્યભરમાં લાગુ રહેશે.

ચૌહાણે શનિવારે સાંજે ગામ, બ્લોક, વોર્ડ અને ડિસ્ટ્રિક્ટ કક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિઓની ડિજિટલ મીટિંગમાં જણાવ્યું હતું કે, પાંચ ટકાથી વધુ અને તેનાથી ઓછા ઇન્ફેક્શન રેટ ધરાવતા જિલ્લાઓ માટે ‘અનલોક’ માટે વિવિધ માર્ગદર્શિકા હશે. હિમાચલ પ્રદેશ સરકારે શુક્રવારે આ પ્રતિબંધને 7 જૂન સુધી વધારવાની જાહેરાત કરી છે.