આણંદમાં કોરોનાનો કહેરઃ બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના બે ગામમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠના પણસોરા ગામમાં વધતા સંક્રમણ ને લઇને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયું છે. ગામમાં તા. 1 એપ્રિલથી 15મી એપ્રિલ સુધી તમામ કોમ્પલેક્ષ , હોટેલ, ખાણીપીણી, ના સ્થાનો ભોજનાલય તમામની દુકાનો બંધ રેહશે. ગામના સરપંચે જણાવ્યું હતું કે કોરોના અટકાવવાના ભાગરૂપે 15 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. તેમજ કામ વિના ઘર થી બહાર નીકળવાનું નથી તેવી સૂચના આપી હતી.
દરમિયાન સોજીત્રા તાલુકાના માલતજ ગામે કોરોનાના કેસમાં વધારો જોવા મળતા ગ્રામ પંચાયત દ્વારા તા. 1લી એપ્રિલ થી 15મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરાયેલ છે. સવારે 6 થી 1 સુધી બજાર તેમજ દૂકાનો ખુલ્લી રેહશે.