Site icon Revoi.in

બોલિવૂડ પર કોરોનાનો કહેર -વિકી કૌશલ કોરોનાગ્રસ્ત થયા બાદ હવે કેટરીના કેફને પણ થયો કોરોના

Social Share

મુંબઈ – દેશમાં કોરોનાની બીજી તરંગ જોવા મળી રહી છે, મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે બોલિવૂડ જગતમાં એક પછી એક સિતારાઓને કોરોના થઈ રહ્યો છે,અનેક સેલેબ્સ આ મહામારીનો શિકાર બની રહ્યા છે.

થોડા સમય પહેલા જ અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યૂ છે,ત્યાર બાદ ભૂમિ પેડનેકર અને વિકી કૌશલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો ત્યારે હવે કેટરિના કૈફ પણ કોરોના સંક્રમિત જોવા મળી છે.

અભિનેત્રી કેટરીના કૈફએ તેના કોરોનાગ્રસ્ત હોવાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, કેટરીના કેફે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. હું હોમ ક્વોરોન્ટાઈન થઈ છું,. મારા ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી ગાઇડલાઇન અને પ્રોટકોલનું પાલન કરી રહી છું.

આ સાથે જ કેટરીનાએ તેના સંપર્કમાં આવનારા લોકોને અપીલ કરી હતી કે, તેઓ કોરોના ટેસ્ટ કરાવે, અને તેણે અનેક લોકોનો આભાર પણ માન્યો હતો ,સાથે જ લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.

સાહિન-