Site icon Revoi.in

કોરોનાનો કહેરઃ સરકારી કચેરીઓ રોટેશન મુજબ રાખવા એસોની મુખ્યમંત્રીને રજુઆત

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક સરકારી કર્મચારીઓ પણ સક્રમિત ખયા છે. ત્યારે સરકારી કચેરીઓમાં ઈમરજન્સી સિવાયના તમામા વિભાગો બંધ રાખવા ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશને મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે

રાજ્યમાં કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો થતો જાય છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટીયાં ઝુલી રહ્યા છે. ચારેકોર ભય અને દહેશતનો માહોલ ફેલાયો છે. તેવા સમયે ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશને ગુજરાતના મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સહિતના સત્તાધીશોને  પત્ર લખ્યો છે. જેમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે ગુજરાત સરકારની કચેરીઓમાં આવશ્યક સેવાઓ સિવાયના વિભાગો, કચેરીઓ બંધ રાખવા અથવા 50 ટકા હજારી અથવા ત્રીજા ભાગના કર્મચારીઓ રોટેશનમાં હાજર રહે તેવી વ્યવસ્થા કરવા અંગેના આદેશો બહાર પાડવા માટે વિનંતી કરી છે. ધી ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશનના પ્રમુખ જયેશકુમાર રાવલે ગુજરાતના મુખ્મયંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાતના મુખ્ય સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, વર્તમાન સમયાં કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ લડી રહ્યો છે. તેને નાથવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર પ્રયાસો કરી રહી છે. આ પરિસ્થિતિમાં રાજય સરકારના અધિકાર,કર્મચારીઓ પણ જીવ જોખમમાં મૂકીને સતત રાજયના હિતાર્થે કાર્યરત છે. તેમ જ ઘણાં કર્મશીલ અધિકારી, કર્મચારીઓ અને તેઓના સ્વજનો કોરોનાથી સંક્રમિત થયા છે અને તેઓના અવસાન પણ થયાં છે

છેલ્લાં એક માસથી સમગ્ર દેશમાં ફરી આ વાયરસે માથું ઊંચકયું છે, સચિવાલય સંકુલ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. આથી આ સંક્રમણ અટકાવવું ખુબ જ જરૂરી છે. જેથી ગુજરાત સરકારની કચેરીઓમાં આવશ્યક સેવાઓ સિવાયના વિભાગો બંધ રાખવા અથવા 50 ટકા હાજરી કાંતો પછી ત્રીજા ભાગના કર્મચારીઓ રોટેશનમાં હાજર રહે તેવી વ્યવસ્થા કરવા અંગેના આદેશો જારી કરવા વિનંતી કરી છે.