- અમેર્કા ભારતથી આવતા યાત્રીઓ પર લગાવશે રોક
- 4 મેથી ભારતથી અમેરિકાની યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની છે, વઝતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને અનેક દેશઓએ ભારતથી આવતી ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે હવે વધતા સંકર્મણને લઈને અમેરિકાએ કહ્યું કે, 4 મેથી ભારતથી અમેરિકાની યાત્રા પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ આ આ સમગ્ર બાબતે માહિતી આપી હતી.
યુએસ સરકારે આ નિર્ણય સેન્ટર ફોર ડિજિટ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનની ભલામણ પર લીધો છે. સાકીએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયા બાદ અને કેટલાક નવા વેરિએન્ટને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે .
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ દરમિયાન અમેરિકા સહિત ઘણા દેશો ભારતને મદદ કરી રહ્યા છે. ભારત દ્વારા કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરવા માટે યુ.એસ. દ્વારા મોકલવામાં આવેલ આવશ્યક તબીબી પુરવઠાની પ્રથમ ખેપ શુક્રવારે દિલ્હી પહોંચી હતી. યુએસ એમ્બેસીએ ટ્વિટ કર્યું છે કે અમેરિકન વિમાન દિલ્હીના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 400 ઓક્સિજન સિલિન્ડર, લગભગ 1 મિલિયન કોરોના ટેસ્ટ કીટ અને અન્ય સાધનો સાથે પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ મળ્યા બાદ અનેક દેશaએ ભારતના યાત્રીઓ માટે પ્રતિબંધ લગાવ્યો છે, ભારતથી આવતી તમામ ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ મૂકયો હતો ત્યારે હવે અમેરિકા પણ 4 મે થી ભારતથી અમેરિકાની વિમાન સેવા પર સંપૂર્ણ પણે પ્રતિબંધ સગાવશે.
સાહિન-