અમદાવાદઃ કોરોનાનો કાળ એટલો કપરો રહ્યો કે, તેને લોકો વર્ષો સુધી યાદ રાખશે.છેલ્લા દોઢ વર્ષથી વિશ્ર્વભરમાં હાહાકાર સર્જી રહેલા કોરોના વાયરસની મહામારીના પાઠ તબીબી અભ્યાસક્રમમાં તો સામેલ કરાશે. પરંતુ હવે એન્જિનિયરીંગ તથા મેનેજમેન્ટના શિક્ષણમાં કોરોના સંબંધી શિક્ષણ આપવાની દિશામાં પહેલ શરુ થઈ છે. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી દ્વારા કોરોના પછીના કાળમાં આરોગ્ય અને સ્વચ્છતા નામક નવો વિષય દાખલ કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી જ તેનો અમલ શરુ કરાયો છે. નવા અભ્યાસક્રમની સાથોસાથ બે ચેપ્ટર તમામે તમામ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત કરવામાં આવ્યો છે.
કોરોનાનો કાળ સૌના માટે કપરો રહ્યો છે. કોરોનાએ ઘણુબધું શિખવાડયુ પણ છે. કોરોનાને કારણે સામાજિક બદલાવ પણ આવ્યો છે. સામાજિક પ્રસંગો પણ લોકોને ફરજિયાત સાદગીની ઊજવવા પડે છે. એક સમયે લગ્ન પ્રસંગોમાં હજારો લોકોની ભીડ જામતી હતી, હવે 50ની સંખ્યામાં નજીકના સગા-સંબધીઓની હાજરીમાં લગ્ન પ્રસંગો યોજવામાં આવી રહ્યા છે. બેસણામાં પણ હવે લોકો ટેલિફોનથી જ દિલસોજી વ્યક્ત કરી રહ્યા છે. લોકો મહત્વનું કામ હોય તો જ બહારગામ જાય છે. ખોટા ખર્ચાઓ પર કાપ મુકવામાં આવી રહ્યો છે. લોકો હવે બીન જરૂરી ખરીદી પણ કરતા નથી. એટલે કોરોના સંપૂર્ણ વિદાય લેશે તો પણ લોકો કોરોનાને વર્ષો સુધી યાદ રાખશે. ભવિષ્યમાં કોરોના જેવી બીમારી આવે તો તેનો સામનો કેવી રીતે કરવો. કેવા પગલા ભરવા, કઈ બાબતનું ધ્યાન રાખવું વગેરેના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવાશે.
હાલ તો વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી દ્વારા કોરોના પછીના કાળમાં આરોગ્ય અને સ્વચ્છતા નામક નવો વિષય દાખલ કરવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી જ તેનો અમલ શરુ કરાયો છે. નવા અભ્યાસક્રમની સાથોસાથ બે ચેપ્ટર તમામે તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કરવામાં આવ્યો છે. બીજા સેમેસ્ટરથી તે ઓનલાઈન ભણાવવામાં આવશે. પ્રેકટીકલ સેશન કેમ્પસમાં જ યોજાશે. મહામારીના સમયે આરોગ્યને લગતા મહત્વના પાસા ભણતરમાં સામેલ કરાશે. 30 કલાકનો આ કોર્ષ તૈયાર કરવામાં આવ્યો છે તેના મારફત વિદ્યાર્થીઓને સજાગ કરવાનો ઉદેશ છે.