- કોરોનાના કેસોમાં મોટી રાહત
- 24 કલાકમાં 913 કેસ નોંધાયા
દિલ્હીઃ- જ્યાં એક તરફ કોરોનાની જ્યાxથી ઉત્પત્તિ થઈ હતી તેવા દેશ ચીનમાં કેરોના વકરી રહ્યો છે ત્યાં બીજી તરફ ભારત દેશમાં કોરોનામાં મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે, છેલ્લા 2 વર્ષ બાદ વિતેલા 24 કલાકમાં સૌથી ઓછા કેસ સામે આવ્યા છે,આ સાથે જ કોરોનાને લઈને દેશભરમાં નિયમો પણ હળવા કરી દેવાયા છે, અને ઘણા રાજ્યોમાં માસ્ક ન પહેરવા પરના દંડની જોગવાઈ પણ હટાવી દેવામાં આવી છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો સોમવારના આંકડા અનુસાર દેશભરમાં 1 હજારથી પણ ઓછા કેસ સામે આવ્યા છે.સરકારી આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માત્ર 913 નવા કેસ નોંધાયા છે, જે 715 દિવસ પછી સૌથી ઓછા કેસ ગણાય રહ્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે તે જોતા લાગે છે કે થોડા દિવસોમાં દેશ કોરોનાથી મુક્ત થઈ શકે છે. આ સિવાય મૃતકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.
આ સાથે જ 24 કલાક દરમિયાન 13 લોકોના મોત થયા અને 1 હજાર 316 લોકો સ્વસ્થ પણ થયા છે, સૌથી મોટી રાહત એ છે કે દેશમાં હવે માત્ર 12 હજાર 597 સક્રિય કેસ બાકી છે, જે 714 દિવસ પછી સૌથી ઓછા છે.આ સાથે જ દૈનિક ચેપ દર વધીને 0.29 ટકા થઈ ગયો છે.