38 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે કોરોનાનો નવો વેરિેન્ટ ‘ઓમિક્રોન’- અત્યાર સુધી આ વાયરસથી મૃત્યુનો એક પણ કેસ નહી
- 38 દેશોમાં ફેલાયો ઓમિક્રોન
- અત્યાર સુધી ઓમિક્રોનથી મૃત્યુનો એક પણ કેસ નોંધાયો નથી
દિલ્હીઃ- વિશ્વભરમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે, નવા વેરિેન્ટને લઈને લોકોની ચિંતા વધી છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ શુક્રવારે કહ્યું કે કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન અત્યાર સુધીમાં 38 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. જો કે, નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી અત્યાર સુધી કોઈ પણ મૃત્યુ નોંધાયું નથી.
આ બાબતને લઈવે ડબ્લ્યુએચઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએન આરોગ્ય એજન્સીએ ઓમિક્રોન-સંબંધિત મૃત્યુના અહેવાલો જોયા નથી. તેમણે કહ્યું કે ઓમિક્રોન કેટલો સંક્રમિત છે તે નક્કી કરવામાં કેટલાંક અઠવાડિયાનો સમય લાગી શકે છે.
તે જ સમયે, ઓમિક્રોન વેરિઅન્ટ્સ અમેરિકાના ઘણા રાજ્યોમાં ફેલાયા છે. કેલિફોર્નિયામાં પ્રથમ કેસ નોંધાયો તેના એક દિવસ પછી, તપાસમાં જાણવા મળ્યું કે ઓમિક્રોન ન્યૂ યોર્ક સિટીમાં ઓછામાં ઓછા પાંચ લોકોને સંક્રમિત કર્યા છે, તેમજ મિનેસોટાના એક વ્યક્તિ સંક્રમિત મળ્યો છે જેણે નવેમ્બરના અંતમાં મેનહટ્ટનમાં એક કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અધિકારીઓએ હાલ દ.આફ્રીકાની યાત્રા પર ગયેસ કોલોરાડોની એક મહિલા પણ સંક્રમિત હોવાની સુચના આપી છે.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓમિક્રોનની પુષ્ટિ હવાઇયનમાં પણ થઈ છે જેમને રસી આપવામાં આવી ન હતી, જેમણે તાજેતરમાં ક્યાંય મુસાફરી કરી ન હતી. નિષ્ણાતો હાલમાં અભ્યાસ કરી રહ્યા છે કે ઓમિક્રોન કેટલું સંક્રમિત અને ખતરનાક છે
કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ એશિયામાં પણ ફેલાવા લાગ્યું છે. મલેશિયાના સ્વાસ્થ્ય મંત્રી ખૈરી જમાલુદ્દીને કહ્યું કે દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો છે. સાઉથ આફ્રિકાના એક વિદેશી પ્રવાસીમાં નવો પ્રકાર જોવા મળ્યો છે. મુસાફર 19 નવેમ્બરે સિંગાપોર થઈને મલેશિયા પહોંચ્યો હતો.સાથે જ શ્રીલંકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો.
આ સાથે જ. દક્ષિણ આફ્રિકાથી સિંગાપોર પરત ફરેલા બે મુસાફરોમાં પણ ઓમિક્રોન પોઝિટિવ જોવા મળ્યો છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અહીં પહોંચ્યા બાદ બંને મુસાફરોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તેઓ ઓમિક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, નેધરલેન્ડ, ઇઝરાયેલ, હોંગકોંગ, બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, ચેક રિપબ્લિક, ઇટાલી, જર્મની, યુકે, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, કેનેડા, સ્વીડન, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, જાપાન, પોર્ટુગલ, સાઉદી અરેબિયા, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા , યુએસએ, નોર્વે, ગ્રીસ, આયર્લેન્ડ, ઘાના, નાઈજીરીયા, યુએઈ, શ્રીલંકા, મલેશિયા, સિંગાપોર, ઝિમ્બાબ્વે, ટ્યુનિશિયા, મેક્સિકો અને ભારત સુધી ઓમિક્રોન વાયરસ ફેલા ીચૂક્યો છે,જો કે કોઈ પણ દેશમાં અત્યાર સુધી આ વાયરસથી એક પણ મૃ્યુ નોઁધાયું નથી