દેશભરમાં ફરી કોરોનાની ગતિ ઘીમી પડી- છેલ્લા 24 કલાકમાં 35 હજાર જેટલા કેસ નોંધાયા
- કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો
- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 35 હજાર કેસ
દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધઘટ થતા જોવા મળી રહ્યા છે, ત્યારે હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે,છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 35 હજાર નવા કેસો સામે આવ્યા છે, તો 447 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે,રવિવારની સરખામણીમાં 4 હજાર જેટલા કેસો ઓછા નોંધાયા હતા.
આ બાબતને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ પ્રમાણે વિતેલા 24 કલાક દરમિયાન કુલ 35 હજાર 499 કેસ સામે આવ્યા હતા, આ સહીત કોરોનામાં સાજા થનારાની સંખ્યા 39 હજાર 466 સે પહોંચી હતી ત્યાેર હાલ એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખ 2 હજાર 188 જોવા મળી રહી છે,ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ 39 હજારથી વધુ કોરોનાના કેસો મળી આવ્યા હતા દજ્યારે સોમવાર સુધીમાં આ દૈનિક નોંધાતા કેસનો આંકડો ઘટીને 35 હજાર પર પહોંચ્યો હતો.
દેશના રાજ્ય કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહીત વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, મહારાષ્ટ્રમાં 5 હજાર 580 નવા કેસ મળી આવ્યા છે, કોરોનાના કેસો ઘટતાની સાથે રાજ્યભરમાં લોકલટ્રેનની મુસાફરીને મંજૂરી આપવામાં આવી ચૂકી છે. બન્ને ડોઝ લીધેલા લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનમાં ફરીથી મુસાફરી કરી શકશે.
દેશમાં અઠવાડિયાના સ્તરે વાયરસના સંક્રમણના કેસોમાં 4 ટકાનો ઘટાડો થયો છે,જે એક સારી બાબત કહી શકાય છે, જો કે વિતેલા અઠવાડિયે નવા આવતા કેસોમાં 7.5 ટકાનો વધારો પણ નોંધાયો હતોજો કે ત્યાર બાદ સતત કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે.