રાજ્યમાં કોરોનાની ગતિ ધીમી પડીઃ- છેલ્લા 24 કલાકમાં માત્ર 123 નવો કેસો સામે આવ્યા
- ગુજરાતમાં સંક્રમણની ગતિ ઘીની પડી
- છેલ્લા 24 કલાકમાં 123 નવા કેસ સામે આવ્યા
અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડેલી જોવા મળી રહી છે, ત્યારે અનેક રાજ્યોમાં કોરોનાના કેસો ખૂબ જ ઓછા નોંધાઈ રહ્યા છે, જેમાં ગુજરાતની જો વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 123 જ નવા કેસ નોંધાયા હતા તેના સામે 3 લોકોના મોત નિપજ્યા છે.આ સાથે જ સંક્રમિત થતા લોકોની સરખામણીમાં સાજા થનારા દર્દીઓનો આંકડો વધ્યો છે, સમાન સમયગાળઆ દરમિયાન 431 લોકોએ કોરોનાને મોત આપીને સ્વસ્થ થયા છે.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનામાં 10 હજાર 045 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,આ સાથે જ દિવસે દિવસે કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. મોત કોરોનાને કારણે થયાં છે. નવા નોંધાતા કેસો કરતા સાજા થનારા દર્દીઓ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ ગુજરાતમાં 431 દર્દીઓ સાજા થયાં છે.આ સાથે જ કુલ 8 લાખથી પણ વધુ લોકો કોરોનામાં સ્વસ્થ થયા છે.
સમગ્ર રાજ્યમાં હાલની સ્થિતિની જો વાત કરીએ તો 38 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. એક્ટિવ કેસનો આંકડો 4 હજાર 116 પર પહોંચ્યો છે. આમ એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટતી જોવા મળી છે.