અમેરિકામાં ફરી જોવા મળ્યો કોરોનાનો કહરેઃ એક જ દિવસમાં 1 લાખથી પણ વધુ કેસ સામે આવ્યા
- અમેરિકા કોરોનાની ઝપેટમાં
- એક જ દિવસમાં 1 લાખથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ – વિતેલા વર્ષથી જ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડત લડી રહ્યું છે ,ત્યારે હવે કોરોનાની બીજી લહેર ઓછી થતા જ જાણે ત્રીજી લહેરની આશંકાો સાચી પડતી હોય તેમ જોવા મળી રહ્યું છે,અમેરિકાના ઘણા રાજ્યો ફરી એકવાર કોરોના સંક્રમણની ઞપેટમાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અહીં એક લાખ કેસ નોંધાયા છે, જે છેલ્લા આઠ મહિના દરમિયાન દેશમાં સંક્રમિત લોકોની સૌથી મોટી સંખ્યા છે.
આ સમગ્ર મામલે યુએસ આરોગ્ય અને માનવતાવાદી સેવાએ જણાવ્યું છે કે દેશમાં ડેલ્ટા સ્વરૂપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, લગભગ 2 હજાર જેટલા બાળકો પણ હોસ્પિટલમાં દાખલ છે.
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટા જોઈએ તો ગયા મહિને યુએસ હોસ્પિટલોમાં દરરોજ સરેરાશ 500 દર્દીઓ નોંધાતા હતા, જેની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. આ પહેલા 6 જાન્યુઆરીએ દેશમાં સૌથી વધુ 1.32 લાખ કેસ નોંધાયા હતા. સૌથી મોટી વાત એ છે કે કોરોનાના કેસોમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે દેશમાં રસીકરણ કાર્યક્રમ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે.
એમેરિકામાં 28 જૂનના રોજ સૌથી ઓછા 1.38 લાખ કેસ હતા, પરંતુ જુલાઈ પછી ડેલ્ટા સ્વરુપ ફેલાવા સાથે દેશની પરિસ્થિતિ વધુ ખરાબ જોવા મળી છે. આ દિવસોમાં દક્ષિણ અમેરિકા કોરોનાનું કેન્દ્ર બન્યું છે. ફ્લોરિડામાં સૌથી વધુ કેસ છે, જ્યારે ટેક્સાસ, કેલિફોર્નિયા, અલાબામા અને જ્યોર્જિયામાં 95 ટકા ICU બેડ કોરોના દર્દીઓથી ભરેલા છે. કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસમાં 32 ટકા બાળકો હોસ્પિટલમાં દાખલ છે.