- સુપ્રીમ કોર્ટમાં પ્રવેશમાં માટે કોરોના નેદેટિવ હોવું જરુરી
- લક્ષણો વાળા વ્યક્તિઓને નહી અપાઈ પ્રવેશ
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, દેશના કેટલાક રાજ્યોના સ્મશાન ગૃહોમાં એતિમક્રીયા માટે પણ મૃ્તકોની લાીન લાગેલી જોવા મળે તેવી દર્દનાક સ્થિતિ હાલ દેશમાં જોવા મળી રહી છે, ત્યારે કોરોનાને લઈને રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર અનેક સખ્ત પગલા ભરી રહી છે.
કોરોનાના વધતા કેસને જોતા સુપ્રીમ કોર્ટે કોવિડના લક્ષણો ધરાવતા લોકોને પરિસરમાં પ્રવેશ કરવા માટે કોરોનનો રિપોર્ટ ફરજીયાત કર્યો છે, સુપ્રીમ કોર્ટે કેમ્પસમાં પ્રવેશને લઈને વધારાની માર્ગદર્શિકા જારી કરી છે.
સુપ્રીમ કોર્ટ દ્રારા જારી કરવામાં આવેલા દિશા નિર્દશમાં કહેવામાં આવ્યું છે, કે સુપ્રીમ કોર્ટમાં આવતા તમામ લોકો જેવા કે રજિસ્ટ્રી સ્ટાફ, સંબંધિત એજન્સીઓનો સ્ટાફ, વકીલો અને તેમનો સ્ટાફ વગેરે લોકોમાં જો કોરોનાના સામાન્ય કે કોઈ પણ લક્ષણો જણાઈ છે તો તેઓને આરટી-પીસીઆર પરીક્ષણ ફરજિયાત કરાવવું પડશે.
આ દરેક નિયંત્રણ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે, તેમનો સ્ટાફ માસ્ક પહેરે છે કે કેમ , સામાજિક અંતરનું પાલન કરે છે કે નહી અને હાથ વારંવાર ધોવે અથવા વારંવાર સેનેટાઈઝરનો ઉપયોગ કરે તે જરુરી છે.
જો કોઈ વ્યક્તિને તાવ, ઉધરસ, શરીરમાં દુખાવો, ઝાડા અથવા સ્મેલ ન આવવાના લક્ષણો જણાતા હોય તો તેવા વ્યક્તિઓએ પરિસરમાં આવવાનું ટાળવું જોઈએ તે સાથે જ પોતાની જાતને આઈસોલેટ કરીને ડોક્ટરની સવાહ લેવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે કોરોનાની તગિ હવે દિલ્હીમાં પણ વધુ જોવા મળી રહી છે, દિવસેને દિવસે દેશની રાજધાનીમાં કેસો વધી રહ્યા છે જેને લઈને રાજ્યસરકાર એક્શન મોડમાં જોવા મળે છે.
સાહિન-