- ચીનમાં કોરોનાની થી વાપસી
- 526 કેસો નોંઘાયા
- ચીનની ચિંતા ફરી વધી
દિલ્હીઃ- કોરોનાનું નામ પડતા જ આપણાને ચીન યાદ આવે જ, ચીન કે જ્યાંથી કોરોના વાયરસની ઉત્તપત્તિ થી હતી ત્યાર બાદ વિશ્વભરના દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો, ત્યાર ફરી માહિતી સામે આવી રહી છે કે ચીનમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.
આઐ મામલે મીચના મીડિયા રિપોર્ટ પ્રમાણેદેશમાં આ મહામારીની શરૂઆતમાં વુહાનમાં કોરોનાના પ્રકોપ બાદ જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ચીને કુલ 526 કેસની પુષ્ટિ કરી છે, જે છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં સંક્રમણથી સૌથી વધુ સંખ્યા છે.
આ સાથે જ તેમાંથી 214 દર્દીઓ કોરોનાના લક્ષણ વાળા હતા અને 312 દર્દીઓ માં કોઈ જ લક્ષણ જોવા મળ્યા ન હતા. ચીને કહ્યું છે કે આટલા બધા કોરોનાના કેસ કોવિડ ઝીરો પોલિસી માટે મોટો ફટકો છે. તે જ સમયે, ચીનમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા પછી, અન્ય દેશો પણ સતર્ક થઈ ગયા છે અને નાગરિકોને કોરોના નિયમોનું પાલન કરવા કહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના કિંગદાઓ શહેરમાં ઓમિક્રોનના 88 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનનો ભોગ બનેલા તમામ લોકો વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ચીનમાં આ સંક્રમણના એક દિવસમાં આ સૌથી વધુ કેસ છે.