અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના બીજો સ્ટ્રેઈન સરકારને પણ હંફાવી દીધી છે. આ બીજા સ્ટેઈનમાં મહાનગરો જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. આ ગંભીર સ્થિતિ ક્યાં જઈને અટકશે, એ કહેવું મુશ્કેલ છે પરંતુ ગાંધીનગરના તબીબોના મતે કોરોનાના સંક્રમણથી બચવા માટે એસ-એમ-એસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન સૌથી અકસીર છે.
ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત અને વિશ્વમાં કોરોનાની નવી 2 જાત, યુકે લાઇનેઝ અને બ્રાઝિલિયન લાઇનેઝ જોવા મળી રહી હોવાનું ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યુ હતું. કોરોનાનાં લક્ષણો અને સંક્રમણની માત્રા જોતાં યુકે લાઇનેઝ એટલે કે યુકે સ્ટ્રેઇન હોવાની સંભાવના છે. આ વાઇરસ ખૂબ ઝડપથી ચેપ લગાડે છે. જૂના એટલે કે ગયા વર્ષે આવેલા વાઇરસમાં ઉધરસ, ગળામાં ચેપ અને પરિવારના એકાદ સભ્યમાં જ ઇન્ફેક્શન જોવા મળતું હતું પરંતુ અત્યારે આખેઆખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. આ વાઇરસનાં સતત તાવ આવવો, ઝાડા અને આંખમાં લાલાશ જેવાં લક્ષણો છે, જે ગત વર્ષે નહોતાં. એટલું જ નહીં, દર્દીનું ઓક્સિજન લેવલ બીજા કે ત્રીજા દિવસે જ ઘટી જાય છે અને દાખલ કરવા પડે છે. યુકે સ્ટ્રેઇનની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વાઇરસ બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. આથી, બાળકોને કયા પ્રકારની દવાઓ આપી શકાય અથવા આપી શકાય કે કેમ, તે પણ તબીબી આલમમાં ચિંતાનો વિષય બન્યો છે.
આઈએમએના સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ સ્ટેઇન મે મહિનાના અંત સુધીમાં નબળો પડી શકે છે પરંતુ પછીના 3 મહિના એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં ફરી અન્ય પ્રકારનો સ્ટ્રેઇન ઉથલો મારી શકે, તેવી ભીતિ છે. જો એ પરિસ્થિતિ સર્જાય તો નવા આવનારા સ્ટ્રેઇન સામે ટકી રહેવા જૂનથી ઓગસ્ટ સુધીના 3 મહિનામાં બમણાં તબીબી સ્રોત એકત્ર કરવા જોઈએ. જો કે, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત અને વિશ્વમાં કોરોનાની નવી 2 જાત, યુકે લાઇનેઝ અને બ્રાઝિલિયન લાઇનેઝ જોવા મળી રહી છે. જો કે, કોરોનાની આ બીજી લહેર પહેલી લહેર કરતાં વધું ધાતક છે, તેમજ તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. પહેલી લહેર કરતાં બીજી લહેરમાં વધુ લોકો કોરોનાની ઝપટમાં આવી રહી રહ્યા છે.