Site icon Revoi.in

કોરોનાની બીજી લહેરમાં જેનરિક દવાના વેચાણમાં બે ગણો વધારો

Social Share

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીને પગેલ હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. તેમજ છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કોરોનાની સારવાર અને તેની દવાઓ મોંધી હોવાથી લોકોની બચત પણ સારવાર પાછળ ખર્ચાઈ ગઈ છે. મહામારીમાં આવક ઓછી હોવાથી લોકો જેનરીક દવા તરફ વળ્યાં છે. એક અંદાજ અનુસાર એક વર્ષમાં જેનરિક દવાના વેચાણમાં 70 ટકાનો વધારો થયો છે. કોરોનાની બીજી લહેરમાં જ જેનરિક દવાના વેચાણમાં બે ગણો વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાન્ડેટ અને જેનરિક દવાઓમાં સમાન કોન્ટેન્ટ હોય છે. જો કે, બ્રાન્ડેટ દવાઓની કિંમત વધારે હોય છે. જ્યારે જેનરિક દવાઓ તેના કરતા 50 ટકા ઓછી કિંમતમાં સરળતાથી મળી રહે છે. અમદાવાદ શહેરમાં જ 400થી વધારે જેનરિક સ્ટોર આવેલા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં એક હજાર જેટલા જેનરિક દવાના સ્ટોર છે. કોરોનાની બીજી લહેરમાં લોકોમાં આવેલી જાગૃત્તાને કારણે જ જેનરિક દવાનું વેચાણ વધ્યું છે. બંને દવાની અસરકારકતા એક સમાન જ હોય છે. જેથી હવે લોકો કોરોના કાળમાં આવક ઘટતા બ્રાન્ડેટ દવાની જગ્યાએ જેનરિક દવાનો વધારે વપરાશ કરી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના કાળમાં જાણીતી દવા કંપનીઓ પુરતી દવાનો સ્ટોર પુરો પાડવામાં સફળ રહી ન હતી. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં જ જેનરિક દવાના વેચાણમાં બે ગણો વધારો થયો છે.

ગુજરાત સ્ટેટ ફાર્માસ્યુટીકલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, દવાના રિસર્ચ બાદ તેના માર્કેટિંગમાં ખર્ચ વધતાં બ્રાન્ડેડ દવા મોંઘી હોય છે. જેનરીક અને બ્રાન્ડેડ દવાની અસરકારકતા એકસરખી જ હોય છે. જેનરિક દવાઓ અંગે લોકોમાં આવેલી જાગૃત્તાના કારણે હવે લોકો જેનરિક દવા ખરીદવાનું વધારે પસંદ કરે છે.