Site icon Revoi.in

કોરોનાની બીજી લહેરની અસર: પહેલી જૂનથી બનશે હવાઈ મુસાફરી મોંઘી

Social Share

મુંબઈ: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર આવી તેના કારણે મોટા ભાગના વેપાર-ધંધા-કામ બધુ બંધ કરી દેવું પડ્યું હતું. હવે કેસમાં થોડી રાહત થતા બધું ફરીવાર ધીમે ધીમે શરૂ કરવામાં આવ્યું છે. ફરીવાર બધું શરૂ થતા દેશમાં પર્યટન ઉદ્યોગ પણ એકવાર ફરી પાટે આવી શકે છે પણ ત્યારે સરકાર દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટની ટીકીટની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા હવાઈ મુસાફરીને 13થી 16 ટકા વધારે મોંઘી બનાવવામાં આવી છે. આ નવી કિંમતોને 1 જૂનથી લાગુ કરી દેવામાં આવશે. દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરના કારણે હવાઈ મુસાફરી કરતા યાત્રીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો અને આવક પણ ઘટી હતી.

જો કે હવે નવી કિંમત વિશે સૌ કોઈએ જાણવું જોઈએ કે સિવિલ એવીએશન મિનિસ્ટર દ્વારા સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ ઉડાનના સમયગાળા માટે 40 મિનિટ સુધીની હવાઈ યાત્રાના ભાડાની નીચી મર્યાદા રૂ. 2300થી વધારીને રૂ. 26૦૦ કરવામાં આવી છે – તેમાં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, 40 મિનિટથી 60 મિનિટ સુધીની હવાઈ યાત્રા માટે, ભાડાની નીચી મર્યાદા હવે રૂ. 2,900 ને બદલે રૂ 3300 રહેશે.

ડીજીસીએએ ગયા વર્ષે મેમાં ઘરેલુ ફ્લાઇટ્સ માટે કુલ 7 ફેર બેન્ડની જાહેરાત કરી હતી. આ 7 પ્રાઇસ બેન્ડ મુસાફરીના સમય પર આધારિત છે. પ્રથમ બેન્ડ એ ફ્લાઇટ્સ માટે છે જે 40 મિનિટ સુધીની મુસાફરી કરે છે. બાકીના બેન્ડ અનુક્રમે 40-60 મિનિટ, 60-90 મિનિટ, 90-120 મિનિટ, 120-150 મિનિટ, 150-180 મિનિટ અને 180-210 મિનિટ છે.

60-90 મિનિટ, 90-120 મિનિટ, 120-150 મિનિટ, 150–180 મિનિટ અને 180–210 મિનિટના બેન્ડની નીચેની મર્યાદા અનુક્રમે રૂ. 4,000, રૂ. 4,700, 6,100, રૂ, 7,400 અને 8,700 રૂપિયા હશે.