Site icon Revoi.in

કોરોનાની પ્રથમ લહેરની તુલનામાં કોરોનાની બીજી લહેરમાં 71 ટકા સંક્રમણ વધ્યુંઃ મૃત્યુની સંખ્યામાં પણ 42 ટકા વધારો

Social Share

દિલ્હીઃ– વિશ્વભરમાં વિતેલા વર્ષ 2020ની શરુઆતથી જ કોરોના મહામારીનો પ્રકોપ વર્તાયો હતો જે અત્યાર સુધી જોવા મળે છે, હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડી છે, જો કે, થોડા સમય પહેલા કોરોનાની બીજી લહેરે તીવ્ર સ્વરુપ ઘારણ કર્યું હતું જેના 4 મહિના વિતેne વર્ષની સરખામણીમાં ખૂબ જ વિનાશકારક રહ્યા હતા.

કોરોના અંગે છેલ્લા ચાર મહિનાની તુલના વિતેલા વર્ષની પહેલી લહેર સાથે જો કરવામાં આવે તો સંક્રમણ દરમાં 71 ટકાનો વધારો જોવા મળે છે અને મૃત્યુમાં 42 ટકાનો વધારો થયેલો જોઈ શકાય છે. જેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે બીજી તરંગના ચાર મહિનામાં કોરોનાએ લોકો પર વિનાશ સર્જ્યો છે. 

આ સમગ્ર બાબતને લઈને કેરોના સંક્રમણ સંબંધિત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2020 થી શરૂ થયેલી પ્રથમ લહેર 16 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ નીચા સ્તરે આવી ત્યાર બાદ દૈનિક સંક્રમણના કેસો સૌથી નીચલા સ્તરે આવ્યા અને કુલ 9 હજાર 121 કેસ નોંધાયા હતા.

ત્યાર બાદ કોરોનાના કેસો વધવા લાગ્યા જે બીજી લહેરની શરૂઆત હતી. મધ્ય ફેબ્રુઆરીથી શરૂ થયેલ વૃદ્ધિનો તબક્કો 7 મે સુધી ચાલુ રહ્યો. ત્યાર બાદ તેમામં નોંધપાત્ર ઘટાડો 7 મે પછી શરૂ થયો હતો અને મંગળવારવા રોજ લગભગ 70 હજાર જેટલા નવા કેસ નોંધાયો હતા. નિષ્ણાંતોના મતે, આવતા મહિનાની મધ્ય સુધીમાં 16 ફેબ્રુઆરી જેવી સ્થિતિ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

કોરોનાની પહેલી લહેરમાં જો આપણે 16 ફેબ્રુઆરી સુધીના આંકડા જોઈએ, તો કુલ 1 કરોડ 92  લાખ 5 હજાર 710 લોકો કોરોના સંકર્મિત થાય હતા અને 1 લાખ 55 હજાર 813 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 15 જૂન સુધી બીજી તરંગના માત્ર ચાર મહિનાની અંદર જ આ આંકડો વધ્યો હતો જે પ્રમાણે 1 કરોડ 86 લાખ 45 હજાર 171 લોકો કોરોના સંક્રમિત થાય હતા,જે કોરોનાની બીજી લહેર કરતા 71 ટકા વધારે જોવા મળે છે. જ્યારે 2 લાખ 21 હજાર 218 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, જે પ્રથમ તરંગ કરતા 42 ટકા વધુ છે. જો કે, બીજી તરંગ સૌથી નીચલા સ્તરે પહોંચવામાં હજી વધુ એક મહિનાનો સમય લાગી શકે છે. ત્યાં સુધીમાં તો કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.