કોરોનાની બીજી લહેરઃ ભારતમાં 700થી વધારે તબીબોના થયાં મોત
દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક વ્યક્તિઓએ જીવન ગમાવ્યા હતા. દરમિયાન કેટલાક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં હોવાનું જાણવા મળે છે. બારતમાં કોરોનાની બીજી લહેરમાં 700થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે ગુજરાતમાં તબીબોએ જીવ ગુમાવ્યો હતો.
કેસની હકીકત અનુસાર કોરોનાની બીજી લહેરમાં દરરોજ એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. તેમજ હોસ્પિટલમાં બેટની અછત સર્જાઈ હતી. એટલું જ નહીં ઓક્સિજન અને રેમડેરિસિવ ઈન્જેક્શનની અછત સર્જાઈ હતી. કોરોનાની બીજી લહેરમાં પીડિતોની સારવાર કરતા કેટલાક તબીબો પણ સંક્રમિત થયાં હતા. ઈન્ડિયન મેડિકલ એસોના જણાવ્યા અનુસાર બીજી લહેરમાં 719 તબીબોના મોત થયાં હતા. સૌથી વધારે બિહારમાં 111, દિલ્હીમાં 109, ગુજરાતમાં 37, જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં 3-3, ત્રુપારા, ગોવા, ઉત્તરાખંડ 2-2ના મોત થયાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પોઝિટિવ કેસ હવે સતત વધી રહ્યાં છે. જેથી સરકારે રાહતનો શ્વાસ લીધો છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં અનલોકનો અમલ કરવામાં આવ્યો છે. જેથી જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે.