કોરોનાની બીજી લહેરથી દેશની અર્થવ્યસ્થા નબળી પડીઃ- જીડીપી સુધરતા થોડો સમય લાગશેઃ- નીતિ આયોગ
- કોરોનાની બીજી લહેરે એર્થવ્યવસ્થાને નબળી પાડી
- આર્થવ્યવસ્થા સુધરતા લાગશે થોડો સમય
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે દેશના અર્થતંત્રને મોટો ફટકો આપ્યો છે. આ મહામારીને કારણે અર્થવ્યવસ્થાને નુકસાન થયેલું ચોક્કસ જોઈ શકાય છે. કોરોનાને કારણે અનેક મોટી નાની કંપની ઉદ્યોગો, કારખાનાઓ અને બે મહિનાથી બંધ પડેલા જોઈ શકાય છે. જેના કારણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે છે.
આસમગ્ર સ્થિતિને જોતા નીતિ આયોગે કહ્યું કે કોરોનાની બીજી તરંગે ચોક્કસપણે અર્થવ્યવસ્થાને અસર કરી છે. એનઆઈટીઆઈ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે આ મામલે કહ્યું હતું કે, આરબીઆઇએ નાણાકીય વર્ષ 2021-2022 માટેનો જીડીપી અંદાજ 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યો છે. કોરોનાની બીજી લહેરરના કારણે પ્રથમ ક્વાર્ટરનું અર્થતંત્ર પર માઠી અસર પડી છે તો બીજી તરફ અર્થખતંત્રના સુધારણાની આશાઓ ખૂબ ઓછી જોવા મળે છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે જૂનથી અર્થવ્યવસ્થામાં સુધારો થવાની ધારણા છે. તેમ છતાં, જે ગતિએઅર્થવ્યવસ્થાનો વિકાસ થવો જોઈએ તેના પ્રમાણમાં અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ ઓછા પ્રમાણમાં થશે , પરંતુ પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે. તેમણે કહ્યું કે કોવિડની બીજી લહેરથી દેશ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
જો કે, કોરોનાની બીજી લહેર દરમિયાન,સરકારે જીએસટી સંગ્રહ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. એનઆઈટીઆઈ આયોગના વાઇસ ચેરમેને જણઆવ્યું કે, કોરોનાની બીજી લહેરથી નાણાકીય ખાધ પર બહુ અસર થઈ નથી. જોકે થોડી ઘણી અસર જોવા મળી છે, પરંતુ જીએસટી સંગ્રહ દ્વારા તેની ભરપાઈ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન સરકારને વધુ રોકાણ કરવા, જાહેર માળખાકીય સુવિધા મજબૂત કરવાની ફરજ પડી છે.