- જાપાનમાં પણ કોરોનાની અસર
- ઓલિમ્પિક્સ નજીક છે અને કોરોનાનું જોખમ
- હેલ્થકેર સિસ્ટમ બની શકે છે લાચાર
દિલ્લી: કોરોનાની બીજી લહેર જે રીતે ભારતમાં જોવા મળી છે તેવી લહેર અન્ય દેશોમાં પણ જોવા મળી શકે તેમ છે. ભારતમાં કોરોનાની બીજી લહેરથી સર્જન થયેલા હાહાકારને જોઈને અન્ય દેશોએ પણ પોતાના દેશમાં આગામચેતી પગલા લીધા છે. આ દેશોમાં જાપાન પણ શામેલ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જાપાનમાં કોરોના ફરીવાર માથુ ઉચકી શકે તેમ છે. કારણ છે કે ભારતમાં શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓ હોસ્પિટલના બેડની તલાશ કરી રહ્યા હતા તેવા દ્રશ્યો આંતરરાષ્ટ્રીય માધ્યમોએ બતાવ્યા હતા. હવે આ જ પ્રકારની પરિસ્થિતિ જાપાનમાં સર્જાઈ છે.
જાપાનના ઓશાકા શહેરમાંતો કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. સ્થિતિને જોતા તે વાત પણ જાણવા મળી છે કે ઓસાકા શહેરમાં શ્વાસ લેવા માટે સંઘર્ષ કરી રહેલી શિઝુ અકિતા નામની મહિલાએ પેરામેડિક્સ તેના માટે ઓસાકામાં હોસ્પિટલ માટે છ કલાકથી પણ વધારે સમય રાહ જોવી પડી હતી અને તેના કારણે તેની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી
સમયસર સારવાર ન મળતા આખરે મહિલાનું મોત નિપજ્યુ છે પરંતુ મહિલાના પરિજનોએ કહ્યું કે ઓસાકાની મેડિકલ સિસ્ટમ પડી ભાંગી છે અને અહિયા પણ સમયપર સારવાર મળી રહી નથી.
જાપાનમાં હાલ ૩૫,૦૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ છે અને તેઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સાથે તેનાથી બમણા લોકો ઘરે હોમ આઇસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે. કેટલાક લોકો ગંભીર રીતે માંદા પડીને ઘરે જ કોઈપણ પ્રકારની સારવાર વગર મૃત્યુને ભેટી રહ્યા છે તો કેટલાક જોઈ રહ્યા છે કે ઓસાકાની સ્થિતિ સમગ્ર દેશ માટે ચેતવણી છે કે કોરોનાથી શું થઈ શકે છે.
બીજી બાજુએ અધિકારીઓ અને સમગ્ર વિશ્વનું ધ્યાન ઓલિમ્પિક્સના આયોજન પર છે. અધિકારીઓ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે જુલાઈમાં યોજાનારી ઓલિમ્પિક્સ સલામત હશે, બીજી બાજુ ઓસાકાની સ્થિતિ ઉત્તરોતર ખરાબ થઈ રહી છે. ઓસાકા ઓલિમ્પિક્સ યોજાવવાની છે તે ટોક્યોથી બુલેટ ટ્રેનમાં અઢી કલાકના અંતરે આવેલું છે.