- સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર
- છેલ્લા 24 કલાકમાં 1 લાખ 20 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હી – સમગ્ર દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં જોવા મળી રહ્યો છે, દેશમાં સતત કેસ વધતા જોવા મળી રહ્યા છે ,સરકાર પણ ચિંતામાં છે જેને લઈને ફરીથી નાઈટ કર્ફ્યૂ, મીની લોકડાઉન જેવી પાબંધિઓ કેટલાક રાજ્યોમાં લગાવવામાં આવી છે.
જો છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં જ 1 લાખ 20 હજાર કોરોનાના કેસે દેશને ચિંતામાં મૂક્યો છે, બીજી વાત એ છે કે આ અઠવાડિયાના 4 દિવસ દરમિયાન આ બીજી વખત એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે.
કોરોનાના કેસ વધતાની સાથે જ હવે દેશમાં કુલ કેસ 1 કરોડને 28 લાખને પાર થઈ ચૂક્યા છે. વધતો કોરોનાનો કહેર અનેક પાબંધીઓ લઈને આવી રહ્યો છે જે હેઠળ છત્તિસગઢના રાયપુરમાં ૧૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદી દેવાયું છે તો દિલ્હી સહિતના કેટલાક રાજ્યોએ કોરોનાની સ્થિતિને કંટ્રોલમાં રાખવા લૉકડાઉન, નાઈટ કરફ્યૂ, વીકએન્ડ લૉકડાઉન જેવા આકરા પ્રતિબંધો લગાવ્યા છે.
વધતો કોરોનાનો કહેર અને ગંભીર સ્થિતિને લઈને આજે પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજનાર છે , કોરોના મામલે આરોગ્ય મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં જ વધુ 650 લોકોના મોત થયા છે, જે સાથે મૃત્યુઆક ૧ લાખ 66 હજાર 177 થઈ ચૂક્યો છે, તો એકટિવ કેસોની સંખ્યા 8 લાખ 43 હજારને પાર પહોંચી છે
સાહિન-