- કેરળમાં કોરોનાએ પકડી રફ્તાર
- મહારાષ્ટ્ર દિલ્હીમાં સ્થિતિ યથાવત
- દેશના અનેક રાજ્યો કોરોનાની પીક પર
દિલ્હીઃ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, દૈનિક કેસો સતત વધી રહ્યા છે, દેશમાં વધતા જતા કેસોએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે, જો કે કોરોનાને સઈને કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ , જાહેર સ્થળો બંધ જેવા જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છએ ત્યારે હવે જેશના અનેક રાજ્યોમાં ખૂબ જ ઝડપથી કોરોના વધી રહ્યો છે.
કેરળમાં કોરોના કેસ વધ્યા
આ સાથે જ જ્યાથી કોરોનાના કેસની શરુઆત થઈ હતી તેના રાજ્ય કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 34 હજાર199 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 8 હજાર193 લોકોને રજા આપવામાં આવી હતી અને 49 લોકોના મોત નોંધાયા હતા.એક્ટિવ કેસોની સંખ્યા 1 લાખ 68 હજાર383 જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર
મહારાષ્ટ્રમાં કોરોનાના 43 હજાર 697 કેસ નોઁધાયા છે તો 46 હજાર 591 લોકો કોરોનામાંથી સાજા થયા છે,આ સાથે જ 2 લાખ 64 બજારથી પણ વધુ સક્રિય કેસો જોવા મળે છે
જો મહાનગરી મુંબઈની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોનાના 6 હજાર 32 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 12 મૃત્યુ નોંધાયા હતા અને 18,241 લોકોને રજા આપવામાં આવી હતી.
પશ્વિમ બંગાળમાં કોરોનાની સ્થિતિ વકરી
પશ્ચિમ બંગાળમાં બુધવારે કોરોનાના 11 હજાર 447 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 15 હજાર 418 લોકો સાજા થયા અને 38 સંક્રમિત લોકોના પણ મોત થયા. સક્રિય કેસ 1 લાખ 51 હજાક 702 જોવા મળે છે.
તમિલનાડૂમાં પણ કોરોનાનો કહેર
સાથે જ છેલ્લા 24 કલાકમાં તમિલનાડુમાં કોરોનાના 26 હજાર 981 કેસ નોંધાયા છે અને 17 હજાર 456 સાજા થયા છે. કોરોનાથી 35 લોકોના મોત થયા છે. સક્રિય કેસ હવે અહીં 1 લાખ 70 હજાર 661 છે.બીજીકરફ કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 40 હજાર 499 નવા કેસ નોંધાયા છે અને 23 હજાર 209 દર્દીઓ સાજા થયા છે. કોવિડથી 21 લોકોના મોત થયા છે.