દક્ષિણ આફ્રીકામાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆતઃ એક જ દિવસમાં 26 હજાર કેસ નોંધાયા
- દક્ષિણ આફ્રીકામાં કોરોનાનો કહેર
- એક જ દિવસમાં 26 હજાર કેસ સામે આવતા ચિંતા વધી
- કોરોનાની ત્રીજી લહેરની શુઆતનું અનુમાન
દિલ્હીઃ- સમગ્ર વિશઅવમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડી રહી છે ત્યા તો ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે, વિશ્વભરમાં વહેલી તકે મોટા ભાગના લોકોનું રસીકરણ કરવામાં આવે તો જ હવે આ કોરોનવા વાયરસનું સંક્રમણ ઘચી શકે છે, જો કે આટલી મોટી આબાદીને રસી આપવી તે પણ એક પડકાર જનક કાર્ય છે,ત્યારે હવે ફરી એક વખત વિશ્વના કેટલાક દેશઓમાં કોરોનાના કેસો વધતા જોવા મળ્યા છે,.જેનું તાજુ ઉદાહરણ છે દક્ષિણ આફ્રિકા જ્યાં વિતકેલા દિવસને શનિવારે કોરોનાના 26 હજાર નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુઘી એકજ દિવસમાં આટચલા કેસ પહેલા નોંધાયા નહોતા.
કોરોનાના સંક્રમણમાં થયેલા વધારાને કારણે દક્ષિણ આફ્રિકાની આરોગ્ય સિસ્ટમમાં તફરાડ ફેલાયો છે. હોસ્પિટલોમાં બેડની સાથે, આરોગ્ય કર્મચારીઓની પણ અછત સર્જાઈ રહી છે, આ સ્થિતિને જોતા સરકારને આંશિક લોકડાઉન લાદવાની ફરજ પડી હતી.
દક્ષિણ આફ્રિકાના નેશનલ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા હવે 2 લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં 61 હજાર 500 લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારી આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 33 લાખ લોકોને એન્ટી-કોરોના રસી આપવામાં આવી છે, જે કુલ વસ્તીના ખાલી 5 ટકા છે.
ઉલ્લેખનીય છે કે,મહામારીની શરૂઆતથી, દેશમાં કુલ 17 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. માનવામાં આવે છે કે રસીકરણની ધીમી ગતિ એ દક્ષિણ આફ્રિકામાં સંક્રમણના કેસમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ છે.