કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી – 24 કલાકમાં 2 લાખ કેસ સામે આવ્યા, સાજા થનારાની સંખ્યા વધી
- કોરોનાના કેસમાં રાહત
- ત્રીજી લહેર પડી ઘીમી
- 24 કલાકમાં 2 લાખ જેટલા કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશમાં કોરોના મહામારીનો આરંભ થયો તે વાતને 2 વર્ષ જેટલો સમય વિતી ગયો છે ત્યારે હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે,છેલ્લા ઘણા દિવસોથી દેશમાં વધી રહેલા કેસોમાં હવે રાહત મળી રહી છે, દેશમાં કોરોનાની આ લહેર હવે ઘીમી પડી છે એમ કહીએ તો ખોટૂ નથી.
વિતેલા દિવસને રવિવારે ભારતમાં કોરોનાના 2 લાખ 9 હજાર ,918 નવા કેસ નોંધાયા હતા અને 959 દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન કોરોનાને માત આપીને 2 લાખ 62 હજાર 628 દર્દીઓ સ્વસ્થ થયા હતા
આ સાથે જ રહવે દેશમાં કોરોનાના સક્રીય. કેસોની સંખ્યા 18 લાખ 31 હજાર 268 જોવા મળે છે. સક્રિય કેસનો દર 14.50 ટકા નોંધાયો છે. જો આપણે દૈનિક સકારાત્મકતાના દર વિશે વાત કરીએ, તો તે 15.77 ટકાજોવા મળી રહ્યો છે. તે જ સમયે, સાપ્તાહિક પોઝિટિવિટી દર 15.75 ટકા છે.તે જ સમયે, રિકવરી રેટ હાલમાં 94.21 ટકા છે. છે