કોરોનાની ત્રીજી લહેર નબળી પડી -છેલ્લા 24 કલાકમાં 6,561 કેસ નોંધાયા,એક્ટિવ કેસો 80 હજારથી પણ ઓછા
- કોરોનાના કેસોમાં મોટી રહાત
- 24 કલાકમાં માત્ર 6 હજાર 561 કેસ સામે આવ્યા
- એક્ટિવ કેસો 80 હજારથી પણ ઓછા
દિલ્હી – દેશભરમાં કોરોનાના કેસોમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે દૈનિક કેસોથી લઈને એક્ટિવ કેસો હવે ઘટતા જોવા મળી રહ્યા છે, આ સાથે જ કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળ રહી છે,જેને લઈને દેશભરના ઘણા રાજ્યોએ કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંઘો હળવા કરી દીધા છે.આ સાથે જ રાત્રિ કર્ફ્યૂ પણ હટાવી લેવાયું છે.
જો છેલ્લા 24 કલાકમાં નોંઘાયેલા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6 હજાર 5561 નવા કોરોનાના કેસો આવ્યા છે, બીજી તરફ ક્ટિવ કેસો પણ ઘટ્યા છે આજના નોંઘાયેલા કેસોની આ સંખ્યા ગઈકાલની સરખામણીમાં 13 ટકા ઓછી છે.
આ સાથે જ 24 કલાકમાં કોરોનાને કારણે 142 લોકોના જીવ ગયા છે તો બીજી તરફ દેશમાં. સક્રિય કેસ 77 હજાર 152 જોવા મળી રહ્યા છે. કોરોનાનો રિકવરી રેટ હાલમાં 98.62 ટકા જોવા મળે છે.
તો બીજી તરફ કોરોનાના નવા કેસોની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો વધુ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં 14 હજાર 947 લોકોએ કોરોનાને માત આપી છે અને સ્વસ્થય થયા છે.
જો કોરોનાના દૈનિક સકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો તે 0.74 ટકા પર રહ્યો છે. આ સાથે જ સાપ્તાહિક સકારાત્મકતા દર 0.99 ટકા નોઁધાયો છે.