મુંબઈમાં કોરોનાના સંક્રમણની ગતિ ઘીમી પડીઃ- 15 દિવસ બાદ સૌથી ઓછા કેસ સામે આવ્યા
- મુંબઈમાં કોરોનાની રફ્તાર ઘીમી થઈ
- છેલ્લા 15 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ
મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રની રાજધાની કે જ્યા કોરોનાનો રાફળો ફાટ્યો હતો ત્યા માર્ચ મહીનાના મધ્યાંતર બાદ સોથી ઓછા 2 હજાર 662 કેસ સામે આવ્યા છે,જ્યારે 78 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાએ જારી કરેલા આંકડાઓ પ્રમાણે આ સાથે જ અત્યાર સુધી કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 6 લાયક 58 હજાર 866એ પહોંચી ચૂકી છે, જ્યારે 13 હજારથી પણ વધુ લોકોએ કોરોનામાં પોતાના જીવ ગુમાવ્યા છે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં 23 હાર 542 કોરોનાના નમુનાની તપાસ હાથ ધરવામાં હતી અત્યાર સુધી અહીં 55 લાખ 14 હજાર 700થી વધુ નમુનાઓની તપાસ થઈ ચૂકી છે.
સોમવારના રોજ અંહી નોંધાયેલા કોરોનાના કેસો 17 માર્ચ પછીના ઓછામાં ઓછા દૈનિક કેસ છે. 17 માર્ચે અહીં 2 હજાર 377 કેસ નોંધાયા હતા. સામાન્ય રીતે, સપ્તાહના અંતે કોરોના વાયરસની તપાસમાં ઘટાડો થતાં અઠવાડિયાના અન્ય દિવસો કરતાં સોમવારે ઓછા કેસ નોંધાય છે. રવિવારે કોવિડ -19 ના 3 હજાર 672 નવા કેસ નોંધાયા હતા અને 79 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
બીએમસીના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 5 હજાર 746 દર્દીઓને કોરોના મૂક્ત બન્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે મહાનગરમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 5 લાખ 89 હજાર 619 થઈ ગઈ છે. અત્યારે અહીં 54 હજાર143 દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓનો સાજા થવાનો દર વધીને 89 ટકા પર પહોંચી ચૂક્યો છે.