Site icon Revoi.in

મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચૂંટણી ન હતી તેમ છતા કોરોનાનું સંક્રમણ ફેલાયું છેઃ CM રૂપાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાથી સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવ્યાં છે. રાજ્યમાં કોઈ લોકડાઉન આવવાનું નથી. માત્ર શનિવાર અને રવિવાર મોલ અને થીયેટર જેવી જગ્યાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે, જે રાજ્યોમાં ચૂંટણી ન હતી તેવા રાજ્યોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. માર્ચ મહિનામાં માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર અને પંજાબ સહિત સંમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. માત્ર ગુજરાતમાં સંક્રમણ વધ્યું છે એવું નથી. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં કેસ ઓછા હતા. માર્ચ મહિનાથી કેસ વધ્યાં હતા. મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલ જેવા રાજ્યોમાં ચૂંટણી પણ ન હતી તેમ છતા સંક્રમણ વધ્યું છે. ગુજરાતમાં પોઝિટિવ કેસ વધી રહ્યાં છે ત્યારે સરકારે યોગ્ય સમયે કડક પગલા ભર્યાં છે અને કોઈ લોકડાઉન થવાનું નથી. શનિવાર અને રવિવાર મોલ અને થીયેટર કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થાય છે તે બંધ કરાયાં છે. સરકારે બધી તૈયારીઓ કરી છે. કોઈ પેનીક થવાની ચિંતા નથી. જો કે, તકેદારી રાખવી જોઈએ. માસ્ક અને રસીકરણ બે જ ઈલાજ છે. સંક્રમિત લોકોની પુરતી સારવારની સરકારની વ્યવસ્થા કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ 60 હજાર જેટલા બેડ તૈયાર રાખ્યાં છે. અત્યારે જેટલા કેસ આવે તેના પાંચ ગણા બેડનો આદેશ આપવામાં આવ્યો છે. ધનવંતી રથ ફરીથી શરૂ કરી છે. ગભરાવવાની કોઈએ જરૂર નથી. બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરીએ છીએ. ભાજપાએ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકરો નહીં કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ અત્યારે ના કરવા તેવો નિર્ણય કરાયો છે. હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બજેટ સત્ર તો ચાલુ જ રહેશે.