- કોરોના સામેની લડાઈમાં ભારતને મળ્યો ફ્રાન્સનો સાથ
- ફ્રાન્સ પણ આપશે ભારતને ઓક્સિજન
- અમેરિકા વેક્સિનનું રો મટીરીયલ આપી શકે છે
નવી દિલ્હી: કોરોનાવાયરસની દેશમાં બીજી લહેર આવી તેમાં ભારત સરકારને જો સૌથી વધારે જરૂર પડી હોય તો તે છે ઓક્સિજન. ભારત સરકાર હાલ કોરોનાથી સંક્રમિત લોકોના જીવ બચાવવા માટે વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહ્યું છે.
આવા સંકટ સમયમાં ભારતના સમર્થનમાં કેટલાક દેશો આવ્યા છે અને ઓક્સિજન આપવાની વાત કરી છે. હવે ભારતને ઓક્સિજન આપતા દેશોમાં ફ્રાન્સનો સમાવેશ થાય છે. ફ્રાન્સ પણ ભારતને ઓક્સિજન સપ્લાય કરશે અને અમેરિકાએ ભારતને વેક્સિન બનાવવા માટે વપરાતા રો મટીરીયલને સપ્લાય કરવાનો પણ વિશ્વાસ અપાવ્યો છે.
અમેરિકા દ્વારા થોડા સમય પહેલા ભારતને વેક્સિન માટે રો મટીરીયલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે અમેરિકાના કેટલાક નેતાઓના નિવેદન અને ચર્ચાઓ પછી અમેરિકાએ ભારતને વેક્સિન માટે રો મટીરીયલ અપાવવાનો પણ વિશ્વાસ આપ્યો છે.