Site icon Revoi.in

ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ, તમામ દેશો માટે ચેતવણી સમાન: યુનિસેફ

Social Share

દિલ્લી:  ભારતમાં કોરોનાવાયરસની રફ્તાર જે રીતે વધી છે તે માત્ર ભારત માટે જ નહી પરંતુ વિશ્વના તમામ દેશો માટે ચેતવણી સમાન છે. આ નિવેદન યુનિસેફ દ્વારા આપવામાં આવ્યું છે. યુનિસેફ દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ભારતમાં વાયરસના કારણે મોત, સંક્રમણમાં સુધાર નહીં આવે ત્યાં સુધી વિશ્વ માટે પણ કોરોનાવાયરસથી બચવુ વધારે મુશ્કેલીભર્યું છે.

યુનિસેફ દ્વારા ભારતને 20 લાખ ફેસશીલ્ડ અને બે લાખ જેટલા માસ્ક આપવામાં આવ્યા છે. યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેનરિટા ફોરએ મંગળવારે કહ્યું કે, ભારતની ભયાનક સ્થિતિએ આપણા બધા માટે ચેતવણી સમાન છે.

તેમણે કહ્યું, ‘જ્યાં સુધી વિશ્વ ભારતને મદદ કરવા માટે પગલા લેશે નહીં ત્યાં સુધી વાયરસથી સંબંધિત મૃત્યુ, વાયરસમાં બદલાવ અને સપ્લાયમાં વિલંબથી સમગ્ર પડઘો અને ક્ષેત્રમાં સાંભળવામાં આવશે.’

નેપાળને લઈને પણ જાણકારો દ્વારા આગાહી કરવામાં આવી છે કે નેપાળમાં અત્યારે ધીમે ધીમે ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. જો નેપાળમાં પણ યોગ્ય સમય પર પગલા લેવામાં નહી આવે તો સ્થિતિ ભારતથી ખરાબ સર્જાઈ શકે તેમ છે.