દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ થયું ઓછું, છેલ્લા 24 કલાકમાં નવા 25,467 કેસ નોંધાયા
- દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછું થયું
- છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા કેસ નોંધાયા
- મૃત્યુંના આંકડામાં થયો નોંધપાત્ર ઘટાડો
દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે પહેલા જેવા આવતા નથી. કોરોનાવાયરસના કેસનો આંકડો સતત ઘટી રહ્યો છે જે દેશવાસીઓ માટે રાહતના સમાચાર બરાબર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25467 નવા કેસો નોંધવામાં આવ્યા છે. નેશનલ રિકવરી રેટ વધીને 97.68 ટકા થઇ ગયો છે. આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી વધારે છે.
દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,24,74,773 થઇ ગઇ છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે વધુ 354 લોકોનાં મોત થતાં અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,35,110 થઇ ગઇ છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને 319,551 થઇ ગઇ છે. જે છેલ્લા 156 દિવસો પૈકી સૌથી ઓછા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસોની સંખ્યામાં ૧૪૩૭૩નો ઘટાડો થયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ 16,47,526 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટની સંખ્યા વધીને 50,93,91,792 થઈ ગઇ છે.
દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા જે રીતે મહત્વ આપવામાં આવ્યું છે તેને લઈને કોરોનાનું સંક્રમણ ઓછું થયું હોવાનું જાણકારો મંતવ્ય આપી રહ્યા છે. કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સિનેશન અને યોગ્ય વર્તને સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે.