Site icon Revoi.in

કોરોનાવાયરસ : 1 જાન્યુઆરીએ ઝારખંડમાં એક હજારથી વધુ કેસ નોંધાયા

Social Share

રાંચી:ઝારખંડમાં નવા વર્ષના પહેલા દિવસે શનિવારે કોવિડ-19ના 1007 નવા કેસ નોંધાયા હતા. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે,આજે પહેલી તારીખે રાજ્યમાં કુલ 1007 કોવિડ સંક્રમિત મળી આવ્યા, જેમાંથી 495 દર્દીઓ એકલા રાજ્યની રાજધાની રાંચીના છે.  અગાઉ 31 ડિસેમ્બરે રાંચીના 327 કેસ સાથે રાજ્યમાં કુલ 753 કોરોના સંક્રમિત લોકો મળી આવ્યા હતા.

અગાઉ 30 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો હતો જ્યારે રાજ્યમાં 482 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા, જેમાં એકલા રાંચીના 246 દર્દીઓનો સમાવેશ થાય છે.

ઝારખંડ સરકાર દ્વારા જારી કરાયેલા કોવિડ સંક્રમણના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે,રાજ્યમાં કોવિડ સંક્રમણની ત્રીજી લહેરે અચાનક જોર પકડ્યું છે અને છેલ્લા 24 કલાકમાં કુલ 1007 નવા લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા,જેમાં 495 લોકો રાંચીના છે.

આ સિવાય આજે પૂર્વ સિંહભૂમમાં 123, ધનબાદમાં 113, પશ્ચિમ સિંહભૂમમાં 53, કોડરમામાં 47 અને બોકારો અને હજારીબાગમાં 43-43 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.જયારે રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોમાંથી 121 સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે.