કોરોનાનું કેન્દ્ર બન્યું યુરોપઃ ઓસ્ટ્રિયામાં 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ -જર્મનીમાં રસીકરણ ફરજિયાત
- યૂરોપમાં કોરોના વકર્યો
- ઓસ્ટ્રીયામાં કોરોના લોકડાઉન
- 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ કરાયું
દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, વિશ્વના યૂરોપના દેશોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,યુરોપના દેશો ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બની રહ્યા છે. તેને જોતા જર્મનીમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યાંની સરકારે સ્વીકાર્યું છે કે દેશમાં ચોથી લહેર આવી ચૂકી છે. જ્યારે બીજી તરફ, કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને રોકવા માટે ઓસ્ટ્રિયામાં સોમવારથી દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રિયા સહિત યુરોપના ઘણા દેશોમાં કોવિડ-19ના કેસો સતત વધી રહ્યા છે, જેની તેમની હેલ્થ પર ખરાબ અસર પડી રહી છે. ઑસ્ટ્રિયામાં લાદવામાં આવેલ લોકડાઉન મહત્તમ 20 દિવસ સુધી ચાલશે, જો કે 10 દિવસ પછી તેનું પુન: મૂલ્યાંકન પણ કરવામાં આવશે. આ સમય દરમિયાન લોકોના બિનજરૂરી બહાર જવા પર પ્રતિબંધ રહેશે, રેસ્ટોરાં અને મોટાભાગની દુકાનો બંધ રહેશે અને મોટા કાર્યક્રમો પણ રદ કરવામાં આવશે. શાળાઓ અને ‘ડે-કેર સેન્ટર’ ખુલ્લા રહેશે, પરંતુ માતાપિતાને બાળકોને ઘરે રાખવાની સલાહ આપવામાં આવી છે.ઑસ્ટ્રિયાના લોકડાઉન પ્રતિબંધો 13 ડિસેમ્બરના રોજ હટાવવામાં આવી શકે છે, પરંતુ જે લોકોએ રસી નથી અપાવી તેમના માટે પ્રતિબંધો યથાવત રહેશે.
આંતર સરકારી સંસ્થા ‘ઈન્ટરનેશનલ આઈડિયા’ અથવા ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન કોઓપરેશનના રિપોર્ટ પ્રમાણે, મહામારી વચ્ચે વિશ્વમાં લોકશાહી પાછળ પડી રહી છે. ઘણા દેશો બિનજરૂરી રીતે અલોકતાંત્રિક પગલાં લઈ રહ્યા છે અને ઘણી લોકશાહી સરકારો પીછેહઠ કરી રહી છે. સ્વીડન સ્થિત સંસ્થાએ કહ્યું છે કે લોકતાંત્રિક ન હોય તેવા દેશોમાં પણ સ્થિતિ વણસી રહી છે.
ઑસ્ટ્રેલિયાની સરકાર આશા રાખે છે કે 20 લાખ વિદેશી વિદ્યાર્થીઓ અને કુશળ કામદારો જેમણે રસીકરણ પૂર્ણ કર્યું છે તેઓ શક્ય તેટલી વહેલી તકે દેશમાં પાછા ફરશે જ્યારે દેશ આવતા અઠવાડિયે મહામારીના નિયંત્રણોને વધુ સરળ બનાવશે અને તેમને અલગ રાખવાની જરૂર રહેશે નહીં.