Site icon Revoi.in

રાજકોટ કોર્પોરેશન ચૂંટણીઃ બે કલાકમાં સૌથી વધારે 10 ટકા જેટલુ મતદાન

Social Share

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાઇન લગાવીને જોવા મળ્યા હતા. સાથે જ તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા છે. સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે. છેલ્લી એક કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં અને ભાવનગરમાં 5 ટકા મતદાન થયું છે, ત્યારબાદ વડોદરા 4 ટકા, સુરત 4 ટકા, રાજકોટ 3 ટકા, જામનગર 3 ટકા મતદાન થયું છે.

સવારે ૯ વાગ્યા સુધી સરેરાશ મતદાન

રાજકોટમાં 10 ટકા મતદાન
અમદાવાદમાં 8 % મતદાન
સુરતમાં 8 % મતદાન
વડોદરામાં 9 % મતદાન
ભાવનગરમાં 8 % મતદાન
જામનગરમાં 9 % મતદાન