કોર્પોરેશન ચૂંટણીઃ ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી તા. 21મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની ગઈકાલથી શરૂ થઈ હતી. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. રાજકીય પક્ષોના ઉમેદવારો આજે બપોરના માત્ર 3 કલાક સુધી જ ઉમેદવારી ફોર્મ ભરી શકશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશનની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ગઈકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂ આત થઈ ગઈ હતી. જેથી રાજકીય પક્ષોના અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. જ્યારે હજુય અનેક ઉમેદવારો એવા છે જેમની ઉમેદવારી બાકી છે.ત્યારે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા પડી પડી કરશે. ગઇકાલે 6 મનપામાં કુલ 919 જેટલા ફોર્મ ભરાયા છે. આજે રાજકીય પક્ષોના ઉમેદવારો માત્ર 3 વાગ્યા સુધી જ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.