અમદાવાદઃ ગુજરાતમાં છ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસમાં અસંતોષ સામે આવ્યો છે. જેથી બંને રાજકીય પાર્ટીઓ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત તેજ કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારોને અંતિમ ઘડીએ ફોન ઉપર જાણ કરી હતી. નામ જાહેર થાય તો પક્ષમાં ભડકાના ડરથી ધીરે ધીરે ઉમેદવારોને ફોન કરીને નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. અંતિમ દિવસે કોંગ્રેસના તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. કોંગ્રેસ દ્વારા અગાઉ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેથી અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. પક્ષે NSUIને નજર અંદાજ કરતા કાર્યકરોની નારાજગી સામે આવી છે. તેમજ કેટલાક કાર્યકરોએ કાર્યકારોએ સોશિયલ મીડિયા પર રાજીનામા આપ્યા હોવાનું જાણવા મળે છે.
ઉમેદવારોના નામની જાહેરાત બાદ કોંગ્રેસમાં નારાજગી સામે આવતા સિનિયર નેતાઓ દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. બીજી તરફ કેટલાક ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મણિનગર, દાણીલીમડા, લાંભાના ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચના અપાઈ. ધારાસભ્ય લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાડને કોંગ્રેસે લાંભા વોર્ડમાંથી ટિકિટ આપી છે. મેહુલ ભરવાડને ટિકિટ આપવા અંગે ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસે ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવાનું કહ્યું હોવાનું જાણવા મળે છે. દાણીલીમડા વોર્ડમાં શહેઝાદ ખાનને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ મોવળીમંડળ દ્વારા શહેઝાદ ખાનને ફોન કરીને જાણ કરવામાં આવી છે.