Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Social Share

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરીને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. ગુજરાત કોલેજ ખાતે મોબાઈલ ફોન મામલે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ અને એલ.ડી.કોલેજના કેમ્પસમાં ચાલી રહી છે. દરમિયાન ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામે સામ-સામે આવી ગયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના કાર્યકરોને ફોન બહાર મુકાવીને અંદર જવા દેવામાં આવે છે. જ્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓને આ નિયમ લાગુ પડતો નથી.

મોબાઈલ ફોનના મામલે ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બંને પાર્ટીના કાર્યકરોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.