Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ વડોદરામાં ભાજપના સાંસદ મતદાન મથકમાં આઈકાર્ડ વગર જતા વિવાદ, વીડિયો થયો વાયરલ

Social Share

અમદાવાદઃ વડોદરા કોર્પોરેશન માટે સવારથી જ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે. જો કે, મતદાન દરમિયાન ભાજપના સાંસદ આઈકાર્ડ વિના જ મતદાન કેન્દ્રમાં જતા વિવાદ થયો હતો. તેમજ તેનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. બુથ પરના અધિકારીઓને તેમને નિકાળવા માટે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટ મતદાનની પ્રક્રિયા દરમિયાન ઓળખના પુરાવા વિના વગર બુથમાં જતા વિવાદ થયો હતો. એક વ્યક્તિએ વીડિયો બનાવી અને તેમનો વિરોધ કર્યો હતો આ ઉપરાંત બુથ પરના અધિકારીઓને તેમને બુથમાંથી બહાર જવા માટે કહેવાની વિનંતી કરી હતી. તેમ છતાં સાંસદ તો બુથમાં જતા રહ્યા હતા અને તેમને કોઈએ અટકાવ્યા નહોતા. એક જાગૃત નાગરિકે સાંસદનો વિરોધ કરતાં હોબાળો મચ્યો હતો.

સાંસદ બુથમાં પ્રવેશતા હોબાળો થયો હતો. દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામે સામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી. જેથી અંતિ સાંસદ બહાર નીકળ્યા હોવાનું જાણવા મળે છે.