Site icon Revoi.in

કોર્પોરેશન ચૂંટણીઃ આવતીકાલે યોજાશે મતગણતરી, બપોર સુધીમાં ચિત્ર થઈ જશે સ્પષ્ટ

Social Share

અમદાવાદ : ગુજરાતમાં ગઈકાલે અમદાવાદ સહિત છ કોર્પોરેશન માટે મતદાન યોજાયું હતું. એકંદર તમામ બેઠકો ઉપર સરેરાશ 42 ટકા જેટલું મતદાન યોજાયું હતું. તેમજ ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયાં છે. આવતીકાલે છ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરી યોજાશે. જો કે, ઓછા મતદાનને પગલે ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. તેમજ બેઠકોની જીત અને હાર માટેની ગણતરી શરૂ કરી છે. જો કે, આવતીકાલે બપોરના 12 કલાક સુધીમાં તમામ કોર્પોરેશનનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહાનગરપાલિકાઓમાં અમદાવાદની 192, સુરતની 116, વડોદરાની 76, રાજકોટની 72, ભાવનગરની 52 અને જામનગરની 64 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં એકંદરે અમદાવાદમાં 38.73 ટકા, સુરતમાં 43.18, વડોદરામાં 42.82, ભાવનગરમાં 43.66, રાજકોટમાં 46.24 અને જામનગરમાં 49.64 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન જામનગરમાં થયું હતું, જ્યારે સૌથી ઓછી મતદાન અમદાવાદ થયું હતું. તમામ ઈવીએમ સ્ટોંગ રૂમમાં પોલીસ બંદબોસ્ત વચ્ચે રાખવામાં આવ્યાં છે. આવતીકાલે સવારે કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે.

પેટ્રોલ-ડિઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારો અને કોરોના મહામારીને પગલે મતદારો મતદાનથી દૂર રહ્યાંનું રાજકીય વિશ્લેશકો માની રહ્યાં છે. જો કે, ઓછા મતદાનના કારણ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ ચિંતામાં મુકાઈ છે. નિરસ મતદાનના કારણે ચિંતામાં મુકાયેલા ઉમેદવારોએ કાર્યકરોને મતદારોને મતદાન કરવા સમજાવવા દોડાવવામાં આવ્યાં હતા.