Site icon Revoi.in

રાજકોટમાં કોર્પોરેશનનું બાકી મિલ્કત વેરાની વસુલાત માટે અભિયાનઃ 20 મિલ્કત કરાઈ સીલ

Social Share

અમદાવાદઃ રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણી બાદ મનપા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ નોટિસ આપવા છતા વેરો નહીં ભરનાર મિલ્કત ધારકોની મિલ્કતને સીલ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે 20 મિલ્કત સીલ કરીને રૂ. 44.70 લાખની રિકવરી કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ ઝોનમાં 8 મિલકત સીલ કરી રૂા.4.75 લાખની વસુલાત કરાઈ હતી. આ ઉપરાંત વેસ્ટ ઝોનમાં 7 મિલકતો સીલ કરી રૂ. 28.71 લાખની વસુલાત કરાઈ હતી. તેમજ ઈસ્ટ ઝોનમાં 5 મિલકત સીલ કરવામાં આવી હતી તેમજ રૂા.11.29 લાખની વસુલાત થવા પામી છે. શહેરના વિવિધ વિસ્તારમાં બાકી વેરા મુદ્દે સીલીંગની ઝુંબેશ શરૂ કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 72 બેઠકો પૈકી 68માં ભાજપની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેસનો ચાર બેઠક ઉપર વિજય થયો હતો. તેમજ ભાજપ દ્વારા રાજકોટ શહેરના મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે.