Site icon Revoi.in

આવનારા મહિનાની નવી સિઝનમાં કપાસના ઉત્પાદનમાં 15 ટકા જેટલો વધારો નોંધાશે

Social Share

દેશભરમાં કચોમસી વરસાદના કારણે વિતેલા મહિનાઓમાં ઘણા પાકને નુકશાન થયું હતું જો કે હવે કપાસની વાત કરીએ તો આવતા મહિનાથી કપાસ ઉત્પાદનની નવી મોસમ શરુ થી રહી છે ત્યારે ઉત્પાદનમાં વધારો થવાની શક્યતાઓ નોંધવામાં આવી રહી છે.

વર્ષ ૨૦૨૨-૨૩ની નવી કપાસની મોસમમાં દેશમાં રૂનું ઉત્પાદન વાર્ષિક ધોરણે પંદર ટકા વધવાની ઘારણા સેવાઈ રહી છે. જો કે ઘારણા બાદ સંપૂર્ણ પરિસ્થિતિ હવામાન પર આધઝારિત રાખવામાં આવે છે.

આ સમગ્ર બાબતે સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની માહિતી પ્રનાણે રૂના ઊંચા ભાવ તથા અછતને કારણે દેશની પચાસ ટકા સ્પિનિંગ મિલ્સ બંધ પડી જવાની કેન્દ્ર સરકારની ચિંતા વધી છે ત્યારે જો આવનારી સિઝન સારી રહેછે તો આ ચિંતામાંથી ચોક્કસ મૂક્તિ મળશે.

ઉલ્લેખનીય છે કે રૂના ભાવ જ્યારે ટેકાના ભાવથી નીચે ચાલી જાય છે ત્યારે સીસીઆઈ રૂની ખરીદી કરી ખેડૂતોને ટેકો આપતી હોય છે. ઓકટોબરથી શરૂ થનારી નવી કપાસની સિઝનમાં દેશનું રુ ઉત્પાદન ૧૭૦ કિલોની એક એવી ૩૬૦ લાખ ગાંસડી રહેવાનો સીસીઆઈએ ઘારણા સેવી છે. કૃષિ મંત્રાલયે કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા પણ ૩૫૦ લાખ ગાંસડી ઉત્પાદનનો અંદાજ મુકાયો છે.

જો હાલસની વાત કરવામાં આવે તો રૂના ભાવ પ્રતિ ખાંડી જે જાન્યુઆરીમાં રૂપિયા ૬૦ હજાર હતા તે  હવે વધી રૂપિયા ૧.૧૦ લાખ થી ચૂક્યા હતા. નવી મોસમમાં પણ સારા ભાવ મળી રહેવાની  ઘારણાો સેવાઈ રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે જે ખથેડૂતોએ આ વખતે કપાસની વાવણી કરી છે તેઓનું ઉત્પાદન સારુ એવું રહી શકે છે.પ્આ સાથએ જ કહેવાય રહ્યું છે કે આ નવી સિઝનમાંરુનું વાવેતર સાતથી આઠ ટકા જેટલું વધુ રહ્યું છે. ગઈ ખરીફ મોસમમાં ૧૨૦.૫૫ લાખ હેકટર સામે વર્તમાન વર્ષે કપાસનો વાવણી વિસ્તાર વધી ૧૨૮ લાખ હેકટર રહ્યો હોવાનું સામે આવ્યું છે.