અમરેલીના બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની ધૂમ આવકઃ યોગ્ય ભાવ મળતા ખેડૂતો ખૂશખૂશાલ
અમરેલીઃ જિલ્લામાં આ વર્ષે સાનુકૂળ હવામાન અને વરસાદને લીધે ખરીફ પાકનું ઉત્પાદન સારૂએવું થયુ છે. જિલ્લાની બાબરા માર્કેટ યાર્ડમાં છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મબલખ આવક થઈ રહી છે. બાબરામાં 21 હજાર મણ કરતા પણ વધુ મણ કપાસની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈ ખેડૂતો પોતાના વાવેતર કરેલા પાકનું વેંચાણ કરી રહ્યા છે.
અમરેલી પંથકના ખેડુતોને આ વર્ષે આશા કરતા વધુ ભાવો મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડૂતોને આ વર્ષે કપાસના 800થી લઈ 1700 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં બાબરા માર્કેટીંગ યાર્ડ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી કપાસની મોટા પ્રમાણમાં આવક શરૂ છે. કપાસની આવક સતત શરૂ હોવાને કારણે યાર્ડ કપાસથી છલકાય ઉઠ્યું છે. આજના દિવસે બાબરા યાર્ડમાં ખૂબ મોટા પ્રમાણમાં આવક થતા 21 હજાર મણ કપાસની આવક થઈ છે. આવી જ રીતે અમરેલી, સાવરકુંડલા, બગસરા સહિત મોટાભાગની યાર્ડમાં કપાસની આવક વધુ જોવા મળી રહી છે. ખેડૂતોને કપાસનો ભાવ 800 થી લઈ 1700 રૂપિયા સુધીનો મળી રહ્યો છે. આવતા થોડા દિવસો બાદ દિવાળી તહેવાર આવી રહ્યો હોવાને કારણે ખેડૂતો કપાસ વહેંચી રહ્યા છે અને સારો ભાવ પણ મળી રહ્યો છે જેના કારણે મબલક પ્રમાણમાં કપાસની આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે.