આસામના મંગલદોઈ પોલીસે રેડ પાડીને નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો – આ મામલે 3 મહિલાઓ સહીત 6 લોકોની ધરપકડ
- આસામામાં નકલી નોટોનો થયો પર્દાફાશ
- 3 લોકોની કરવામાં આવી ઘરપકડ
ગુહાવટીઃ– આસામમાં નકલીનોટો બનાવતી ટચોળકીને પોસીલે કપડી પાડી છે.આ નકલી નોટનો રેકેટ પર્દાફાશ થયું હોવાની માહિતી મળી છે પ્રાપ્ત વિગત પ્રમાણે દરાંગ જિલ્લાના મંગલદોઈના લેંગરીપારા વિસ્તારમાં મોડી રાત્રે દરોડા પાડીને નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે.
વિસલતારની પોવીસે મંગલદોઈના લેંગરીપારા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ગુનેગારોના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાથી તેમણએ મોટો પ્રમાણમાં નકલી નોટો મળી હતી . આ કેસમાં પોલીસે ત્રણ મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે આ કેસના સંબંધમાં ત્રણ મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ જમાન હુસૈન, અનવર હુસૈન, સૈયદ હુસૈન, રિજુમા હુસૈન, જોબા દાસ અને પ્રિયા રાય તરીકે કરવામાં આવી છે.
આ સાથે જ ધરપકડ કરાયેલા લોકો પાસેથી લાખોની કિંમતની નકલી ભારતીય ચલણ મળી આવી હતી. સાથે જ દરોડા દરમિયાન પોલીસને નોટ બનાવવાનું મશીન પણ મળી આવ્યું હતું. ઘર તથા આજુબાજુ નકલી નોટ છાપવામાં આવી રહી હતી.