1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલઃ અસલી-નકલીની ઓળખ પણ મુશ્કેલ બની
ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલઃ અસલી-નકલીની ઓળખ પણ મુશ્કેલ બની

ગુજરાતમાં નકલી રેમડેસિવિરની રેલમછેલઃ અસલી-નકલીની ઓળખ પણ મુશ્કેલ બની

0
Social Share

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો કુદરતથી પણ ન ડરીને કાળા કામો કરી દર્દીઓને  આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે. કોરોનાના ગંભીર દર્દીઓને તબીબની સલાહ બાદ અપાતા રેમડેસિવિર ઈન્જેક્શન અસલી છે કે નકલી તેની ઓળખ પણ મુશ્કેલ બની ગઈ છે. કારણ કે, નકલી ઈન્જેક્શન પકડાયા બાદ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.તાજેતરમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન  મોટી સંખ્યામાં જપ્ત કરાયા છે. નકલી ઈન્જેક્શન અમદાવાદ, આણંદ અને વડોદરા તથા સુરત વેચવામાં આવ્યા હતા. નકલી ઈન્જેક્શનોને કાળાબજારી કરીને વેચવામાં આવ્યા હતા.

વડોદરા પોલીસ કમિશનર કચેરીના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીમાં સામેલ રેકેટનો ભાંડાફોડ કર્યો છે. જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 1200 નકલી રેમડેસિવિર જપ્ત કર્યાં છે. આ ટોળકીએ અમદાવાદમાં આવા 700 અને આણંદ અને વડોદરામાં 460 ઈન્જેક્શન વેચ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બાન્ચે બે દિવસ પહેલા નકલી રેમડીવીસીર ઈન્જેક્શનનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ સાથે જ 8 વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી. પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, અમદાવાદ અને વડોદરા સિવાય અન્ય શહેરો સુધી રેમડેસિવિર ઈન્જેક્શનનું નેટવર્ક ફેલાયેલું છે. નકલી ઈન્જેક્શન બનાવીને લોકોને ઉંચી કિંમતે વેંચતા હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હયાત હોટલના રૂમમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનની હેરાફેરી થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા, સાબરમતી, પાલડી અને વડોદરાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાથે જ 300 થી વધુ નકલી ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. તો બીજી તરફ, રેમડેસિવિર ઈન્જેક્શનનું વધુ એક કૌભાંડ એસઓજીએ ઝડપી પાડ્યું હતું. ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના નોકરી કરતા કર્મચારી સહિત 3ની ધરપકડ કરવામાં આવી હતી. એસઓજીએ બાતમીના આધારે બાપુનગરમાં દુકાનમાં રેડ કરીને 24 ઈન્જેક્શન જપ્ત કર્યા હતા. સ્ટીકર અને એક્સપાયર ડેટ વગરની રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ ઈન્જેક્શનની કાળાબજારી કરતા રેકેટ પકડાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code