ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે.ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સત્તા આવશે. જનતા કયા પક્ષને પસંદ કરશે તે ચિત્ર બપોરે 2 કે ત્રણ વાગ્યાની આસપાસ સ્પષ્ટ થઈ શકે છે.
ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, સેક્ટર 15 ખાતે વોર્ડ નં. 1 અને 2, કુલ ઈવીએમ 42, આઈઆઈટી, સેક્ટર 15 ખાતે વોર્ડ નં. 3 અને 4 કુલ ઈવીએમ 48, કોમર્સ કોલેજ, સેક્ટર 15 ખાતે વોર્ડ નં. 5 અને 6 કુલ ઈવીએમ 47, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સેક્ટર 15 ખાતે વોર્ડ નં. 7 અને 8, કુલ ઈવીએમ 54, સરકારી કોલેજ, સેક્ટર ૧૫ ખાતે વોર્ડ નં. 9, 10 અને 11, કુલ ઈવીએમ 93થી પરિણામ નક્કી થશે.
વોર્ડ નબર 1.3.4.5.9 અને વોર્ડ 7 માં ભાજપની પેનલનો સીધો વિજય થયો છે એટલે કે કુલ 44 બેઠકોમાંથી ભાજપ પક્ષે 24 બેઠકો હાંસલ કરી